પાટણ તા. ૧૮
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે યોજાતી ચિંતન શિબિર (સંગોષ્ટિ) આ વર્ષે ઉદયપુર ખાતે યોજાઇ હતી. બે દિવસીય આયોજિત
આ શિબિરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ અને હાલના રજીસ્ટાર ડોક્ટર રોહિત દેસાઈ તેમજ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સંલગ્ન કોલેજોના કો-ઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને વધુ સુવિધાઓ અને સવલત માટે આયોજનો અંગે કોર્ડીનેટર દ્વારા પોતાના વિચારોનું આદાન-પ્રદાન કયુઁ હતું જેમાં મુખ્યત્વે યુનિવર્સિટી દ્વારા યોજાતી ઇન્ટર કોલેજ સ્પર્ધાઓ અનિયમિત યોજાતી હોય જેને નિયમિત કરવાની સાથે ઇન્ટર કોલેજ સ્પર્ધાઓ 15 જૂન થી 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થાય માટે યુનિવર્સિટીમાં ભલામણ કરવા ઉપરાંત સ્પર્ધાઓમાં ટાઈમ ટેબલ જે મેન્યુઅલી પદ્ધતિથી કરાય છે.
તેને ઓનલાઈન કરવા અને યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકે ઉપરાંત તેમને કેવા પ્રકાર ની એક્ટિવિટી માં ભાગ લેવો જોઈએ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશથી ફેસ્ટિવલ પૂર્વે કો-ઓર્ડીનેટરો નો એક વેબીનાર રાખવા માટે ભલામણ કરવા આ ચિંતન શિબિર માં સવૉનુમતે નક્કી કરવા માં આવ્યું હોવાનુ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ ના નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.