પાટણ તા. ૧૯
જાગૃત ગ્રાહક મંડળ પાટણ અને ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગરના સયુક્ત ઉપક્રમે પાટણ ખાતે વિશ્વ ગ્રાહક દિન નિમિતે સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ માટે ફેર એન્ડ રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફોર કંઝ્યુમર થીમ રાખવામાં આવી હતી.
જાગૃત ગ્રાહક મંડળ પાટણ ના પ્રતિનિધિ રોનક મોદી એ જણાવ્યું હતું કે દર વર્ષે મુજબ આ વર્ષે પાટણ ખાતે ૧૩ માર્ચ થી ૧૯ માર્ચ સુધી વિશ્વ ગ્રાહક સુરક્ષા દિનની સાપ્તાહિક ઉજવણી કરવા આવી રહી છે. આ વર્ષે નક્કી કરેલ થીમ પર શાળા, કોલેજ અને જાહેર જનતા ને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આગામી સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) નો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રાહક માટે વરદાન અને અભિશાપ બંને છે. ગત્ત એક વર્ષ થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી નો ઉપયોગ ખુબજ વધી રહ્યો છે. અને સ્વભાવિક રીતે તે સરળ અને ઝડપી કાર્ય માટે શ્રેષ્ઠ ટેકનોલોજી છે. પરંતુ તેનું બીજું પાસું એ પણ છે કે દુનિયામાં ગણતરીની કંપનીઓ AI ને કંટ્રોલ કરે છે, જેના કારણે ગ્રાહકોની સુરક્ષા જોખમાઈ શકે છે.
વધુ ઉડાણ પૂર્વક સમજીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી થી કોઈપણ વ્યક્તિ એ.આઈ જનરેટેડ ઈમેજ, ફોટોગ્રાફ,પેઇન્ટિંગ, મ્યુઝિક, વીડિયો અને ઓડિયો સરળતાથી અને ઝડપી બની શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી નો દુર ઉપયોગ ગ્રાહકોને છેતરવા માટે કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ અને ઈ કોમર્સ કંપની ઓ વધુ લાભ માટે કરી શકે છે. ઈ કોમર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે આવતી દરેક વસ્તુઓની વિગત સાચી હોતી નથી. એ.આઈ જનરેટેડ ઈમેજ, ફોટોગ્રાફ, પેઇન્ટિંગ, મ્યુઝિક, વીડિયો અને ઓડિયો વગેરેનો ઉપયોગ ગ્રાહકોને ભરમાવવા માટે કરવામાં આવતી જાહેરાતમાં કરાય છે.
ગ્રાહકોને છેતરવા માટે એ.આઈ. ખોટો વિડીયો પણ જનરેટ કરી શકે છે. કેટલીક વાર AI ને કારણે ગ્રાહકો ની પ્રાઇવસી પણ જોખમાય છે.જેમ આપને જાણીએ છીએ કે આગાઉ ઈંટરનેટ નો ઉપયોગ વધવા થી સાયબર ક્રાઈમ થી પણ અનેલ ગ્રાહકો ની સુરક્ષા જોખમ બની રહી છે.
હવે આ નવી AI ટેકનોલોજી. જેથી દેશ ની સુરક્ષા એજન્સી, ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ અને ગ્રાહકો માટે વધુ પડકારો ઉભા થઇ રહ્યા છે. અને વધુ સજાગ બનવું પડશે.જેથી ગ્રાહકો એ વધુ જાગૃત અને સજાગ થવું પડશે. અને આવી પ્રવુતિ કરનાર કંપની વિરુદ્ધ ફરિયાદ નોધાવી પડશે તો જ આપણે આ પ્રવુતિ ને રોકી શકીશું. જેથી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી અસુરક્ષિત વસ્તુને બજારમાંથી પરત ખેંચાવી શકે છે. અને તે કંપની વિરુદ્ધ કાયદેસર પ્રકિયા કરી શકાય.
ગ્રાહકોને સશક્ત કરવા માટે નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન કાયદો – ૨૦૧૯ સરકારે મંજૂર કર્યો છે. જેમાં ગ્રાહકો ની સરળતા માટે અનેક સુધારા કરવામાં આવ્યો છે. ગ્રાહકે ફરિયાદ નોંધાવી ખૂબ જ સરળ બની છે. જુના કાયદા અનુસાર ગ્રાહકે જે શહેરમાંથી સામાન ખરીદ્યો હોય તે શહેરના જ કન્ઝ્યુમર ફોરમ પર જઇને ફરિયાદ દાખલ કરાવી શકતા હતા. પરંતુ નવા કન્ઝ્યુમર કાયદામાં ભારતના કોઈપણ ખૂણેથી ગ્રાહક પોતા ની ફરિયાદ નોંધાવી શકાવે છે. વધુ માં હવે ગ્રાહકો ઓનલાઇન ઈ-દાખલ પોર્ટલ માંધ્યમ થી ગ્રાહક ફોરમ માં સરળતાથી ફરિયાદ કરી શકે છે તેવું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી