એ ડિવિઝન પોલીસ વિસ્તારમા આવતાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સાથે બીએસએફની એક પ્લાન્ટુન ફૂટ પેટ્રોલિંગમાં જોડાઈ..
પાટણ તા. ૨૩
આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન અને તે માટે જિલ્લા પોલીસ વડા ના આદેશથી પાટણ ના સંવેદન શીલ વિસ્તાર સહિત ના અન્ય વિસ્તારોમાં શનિવારે પોલીસ તંત્ર દ્વારા અને બીએસએફની એક પ્લાટુન ટીમ એટલે કે 30 જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આ પેટ્રોલિંગ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, મોતીસાચોકી, રાજકાવાડા, લોટેશ્વર, મુલાવાડ, ગંજીપીર, નીલમ સિનેમા, જુનાગંજ બજાર, બગવાડા દરવાજા, હિંગળાચાચર,મેનઈ બજાર,ત્રણ દરવાજા, રતનપોળ થઈને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંપન્ન બની હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી