fbpx

વિદેશી દારૂ-બીયર ના જથ્થાની બ્રેજા ગાડીમાં ડિલેવરી કરવા નિકળેલ બે બુટલેગર ને પાટણ એલસીબી ટીમે દબોચ્યા..

Date:

દારૂ બિયરના જથ્થા સાથે કુલ કિ.રૂ.૮,૫૨,૪૬૬ નો મુદામાલ પોલીસે હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી…

પાટણ તા. ૨૩
પાટણ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે સિદ્ધપુર નાગવાસણા માર્ક પરથી વિદેશી દારૂ બીયર નો જથ્થો બ્રેઝા ગાડીમાં ભરીને ડીલેવરી માટે જઈ રહેલ બે બુટલેગરોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબઆગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ ની પાટણ જીલ્લા માંથી પ્રોહીબિશન ને લગતી ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈ. ચા. પીઆઈ વી. આર. ચૌધરી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ સિધ્ધપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની બ્રેઝા ગાડી નં.GJ.27.CM.1911 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ભરી નાગવાસણા ગામ તરફ થી ગણવાડા તરફ જનાર છે જે હકીકત આધારે ટીમ દ્વારા નાગવાસણા થી ગણવાડા જવાના રસ્તા ઉપર નાકાબંધી કરતા હકીકતવાળી બ્રેજા ગાડી નિકળતા તેને ઉભી રખાવી તપાસ કરતાં તેમાથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ,ટીન નંગ-૬૮૯ જેની કિ.રૂ.૧,૩૭,૪૬૬/- તથા બ્રેજા ગાડી કિ. રૂ. ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮,૫૨, ૪૬૬/-ના મુદામાલ સાથે ધર્મેન્દ્ર રતનભારથી ગૌસ્વામી રહે. ચનાર તા. આબુરોડ જી. શિરોહી (રાજસ્થાન) અને મેરૂ સિંહ સુરતુ સિંહ ડાભી રહે. આવલ તા. અમીરગઢ જી. બનાસકાંઠા ની અટકાયત કરી સિધ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી આ વિદેશી દારૂ, બિયરની હેરાફેરી મા સંકળાયેલા મહાવીર સિંહ દેવડા રહે. ગઢડા તા. અમીરગઢ, બકાભાઇ, મીશ્વરસિંહ રંગતસિંહ ડાભી રહે. વાસડા રાજસ્થાન, નારણસિંહ રહે. ભીમાણા તા. આબુરોડ જી. શિરોહી ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું..

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું.. ~ #369News