શાળાનું મેદાન બાળકોના કિલોલ સાથે વિવિધ રંગબેરંગી રંગોથી રંગાયું…
પાટણ તા. ૨૪
પાટણમાં શૈક્ષણિક ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં હોળીના પર્વ નિમિત્તે હોળીનું પૌરાણિક મહત્વ વિવિધ વાર્તાઓ તથા પૌરાણિક કથાઓ દ્વારા શાળાના શિક્ષિકા અંકિતાબેન પટેલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
શાળાના બાળકો પ્રાકૃતિક રંગોથી રંગાઈને જીવનમાં આનંદ ઉલ્લાસ અનેઉમંગમાં રહે તેવું વાતાવરણ શાળામાં સર્જવામાં આવ્યું હતુ.
સાથે સાથે બાળકોને કુત્રિમ રંગોથી થતું નુકસાન વિશે માહિતી આપવા માં આવી તથા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી આનંદમય રીતે બાળકોને સંગીતના તાલે રંગોત્સવ ઉજવ્યો હતો.
બાળકોની સાથે ગુરુજનો અને મિત્રોએ પણ ખૂબ હર્ષો ઉંલ્લાસથી હોળીના તહેવારની ઉજવણી કરી પવૅ ને યાદગાર બનાવ્યો હતો.
શાળાના બાળકોને શાળા પરિવાર તરફથી હોળી નિમિત્તે સ્પેશિયલ ખજૂર અને ધાણીનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના પ્રમુખ ડો. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ એન. પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રીઅશોકભાઈ પટેલ, વહીવટી દિનેશભાઈ પટેલ, શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ સહિત સ્ટાફ મિત્રો એ ઉપસ્થિત હોળી પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી