google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અઘાર ગામે એરંડા ચોરીના આરોપીઓને ગણતરીના જ કલાકોમાં ચોરીના મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસે ઝડપી લીધા…

Date:

પાટણ તા. ૨૫
પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન મથકે તાજેતરમાં નોંધાયેલી એરંડા ચોરીની ફરિયાદમાં સંડોવા યેલા આરોપીઓને સરસ્વતી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દા માલ સાથે રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્ર તરફથી જાણવા મળ્યું છે. આ બનાવવા ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં કરફોડ ચોરી સહિતના બનતા બનાવોને અટકાવવા કરાયેલ સુચના મુજબ પાટણ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં તાજેતર માં નોંધાયેલી એરંડા ચોરીની ફરિયાદમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે સરસ્વતી પોલીસ સ્ટેશન ના પી આઈ.ડી.ડી.ચૌધરી નાઓના સીધા માગૅદશૅન હેઠળ સરસ્વતી પો.સ્ટેના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોએ બનાવ લગત વોચ તપાસમાં રહી હુમન સોર્સીસ દ્રારા ઉંડાણ પુર્વક તપાસ કરતા ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે કુલ ત્રણ ઇસમો તથા એક બાળ કિશોર સાથે તમામને ચોરી ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરતા પકડાયેલ આરોપીઓમાં ઠાકોર મુકેશજી કપુરજી રાધુજી રહે.અઘાર, ઉન્દરીયા પાર્ટી તા.સરસ્વતી જી.પાટણ,પટણી સન્ની ભરતભાઇ કેશાભાઇ રહે.અઘાર પટણી વાસ તા.સરસ્વતી જી. પાટણ, ઠાકોર મુકેશજી ઉર્ફે ટીબરો રમેશજી અનુપજી રહે.અઘાર, તા.સરસ્વતી જી.પાટણ અને કાયદાના સંઘષૅમાં આવેલ બાળ કિશોર-૧ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતમાલા રોડ પરથી અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો…

હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં…પાટણ તા. ૨૮પાટણ...

પાટણ ના જલારામ મંદિર ખાતે જલારામ બાપાની સન્મુખ વિવિધ પતંગોની મનોહર આગી કરાઈ..

પાટણ તા. ૧૩પાટણના જલારામ મંદિર ખાતે પ્રસંગોપાત જલારામ બાપાની...

પાટણમાં વર્ષમાં એક જ વાર દશૅન આપતાં કાર્તિકેય ભગવાનના મુખના દર્શન કરવા ભક્તો ઉમટ્યા…

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિત...