fbpx

કોર્ટ માં સજા પામેલ અને સરેન્ડર નહિ થયેલ અલગ અલગ જિલ્લાની કોર્ટના ત્રણ આરોપીઓને હારીજ પોલીસે ઝડપી લીધા..

Date:

પાટણ તા. ૨૭
નામદાર કોટૅ મા સજા પામેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા જુદી જુદી કોટૅના ત્રણ આરોપીઓને હારીજ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ દ્રારા કરાયેલ સુચના આધારે ના.પો.અધિ. રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર પી.જે.સોલંકી અને હારીજ પોલીસના માણસો હારીજ પો.સ્ટે વિસ્તારમાં નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબના કામે સજા પામેલા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સારુ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે અલગ અલગ મે.જી.સા.ની કોર્ટ મહેસાણા અને હિંમતનગરના નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબના કામના ત્રણ (૦૩) આરોપીઓને ઝડપી લઈ તમામ સામે આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરતા પકડાયેલ આરોપી રાજેશભાઇ ગોવિંદભાઇ ચૌધરી રહે. દુનાવાડા તા. હારીજ જી. પાટણ, શક્તિસિંહ સતરસંગ વાઘેલા રહે.સરવાલ તા.હારીજ અને હસમુખભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી રહે. દુનાવાડા તા. હારીજ જી. પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું..

રાધનપુર ભાભર ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું.. ~ #369News

પર્યાવરણ પ્રેમી એ પાટણનગરપાલિકાને સુશોભિતકરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા…

પર્યાવરણ પ્રેમી એ પાટણ નગરપાલિકાને સુશોભિત કરવા સ્વખર્ચે વિવિધ છોડ સાથેના કુંડાઓ અર્પણ કર્યા… ~ #369News

શિક્ષક દિન નિમિત્તે પાટણ શહેર, તાલુકા અને જિલ્લા સહિત રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા..

જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને યુનિવર્સિટી કન્વેન્શન હોલ...

પાટણના ડોક્ટર પંડ્યા અભ્યાસ ગૃહના બાળકો માટે આનંદ મેળા નું આયોજન કરાયું…

પાટણ તા. ૧૬ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા...