તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી નો સંગ્રહ કરાતા ગ્રામજનો ની પાણી ની સમસ્યા દૂર થશે..
પાટણ તા. 18
રાધનપુર તાલુકાના ધરવડી લક્ષ્મીપુરા ગામ ખાતે વેરાન બનેલા વડ તળાવ ની કામગીરી ગામના સરપંચના પ્રયત્નથી શરૂ કરાતા ગ્રામજ નોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ના લક્ષ્મી પુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણા વડતળાવ વૈરાનની સાથે વર્ષો થી ખંડેર હાલતમાં હતુ તેને લઈને ધર વડી ગામ ના સરપંચ વિજયભાઈ પરમાર દ્વારા વિચરતી વિમુખ સમુદાય મંચના મિતલ બેન પટેલ નો સંપર્ક કરી તેમની સંસ્થા દ્વારા તળાવની કામ ગીરી હાથ ધરવામાં આવતા ગામ લોકો મા ખુશીનો માહોલ છવાયો છે.
વર્ષોથી ખંડેર હાલતમાં પડેલ ઐતિહાસિક તળાવની કામગીરી શરૂ કરાતા ટુક સમયમાં આ તળાવ એક નજરાણાં ની સાથે સાથે ગામ લોકોને પીવાનું પાણી અને ખેડૂતોને ખેતી માટે તેમજ પશુઓને પીવા માટે આ તળાવ આશિર્વાદ રૂપ બની રહેશ.
આ તળાવ ની કામગીરી બાદ તળાવ માં પાણી સંગ્રહ કરાશે જેને કારણે લોકો ને પુરતી પાણી ની વ્યવસ્થા ઉપલબ્ધ થશે અને તેનો સીધો લાભ ગામ લોકોને મળવાનો હોય જેથી આ તળાવની કામગીરી શરૂ થતાં ગ્રામજ નો મા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું સરપંચે જણાવ્યું હતું.