વાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટણના ડો.વ્યોમેશ શાહે બ.કા.ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ને સન્માનિત કયૉ..

પાટણ તા.૧
લોકસભા ચૂંટણી ૨૦૨૪ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનો પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે.ત્યારે બનાસકાંઠા લોકસભાના ભાજપ ના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પોતાના ચુટણી પ્રચાર પ્રસાર દરમિયાન મતદારો તરફથી સુંદર આવકાર સાંપડી રહ્યો છે. સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના અધ્યક્ષ પદ હેઠળ વાવ ખાતે ની ગાયત્રી હાઈસ્કૂલ ખાતે બ. કા.બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માં જંગી જાહેરસભા અને બનાસકાંઠા પંથકના બ્રહ્મ સમાજના આદરણીય અમીરામભાઈ શંકરભાઈ આસલ સહિત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપતો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો..

વાવ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાયેલ કાર્યક્રમ અનેજંગી જાહેર સભામાં પાટણ બ્રહ્મ સમાજના આગેવાન પરેશભાઈ શાસ્ત્રીના આમંત્રણ ને માન આપીને ઉપ સ્થિત રહેલા પાટણના જાણીતા ગાયનેક તબીબ અને અનેકવિધ સેવાકીય, સામાજિક,સંસ્થાઓ સાથે સંકળાયેલ અવની હોસ્પિટલ ના ડો.વ્યોમેશ ભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવાર રેખા બેન ચૌધરી સહિત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું શાલ અને બુકે થી સન્માન કરી બનાસકાંઠા લોક સભા ની બેઠક પરથી રેખાબેન ચૌધરી ૫ લાખ થી વધુ મતોથી વિજેતા બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વાવ ખાતે ગાયત્રી હાઈસ્કૂલ સંકુલમાં લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી ના સમર્થનમાં જોડાયેલા બનાસકાંઠા બ્રહ્મ સમાજના આદરણીય અમીરામ ભાઈ શંકરભાઈ આસલ સહિતના અગ્રણીઓએ પણ રેખાબેન ચૌધરી ને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કરી તેઓને જંગી મતોથી વિજય બનાવવા હુકાર  કર્યો  હતો.