fbpx

પાટણની ભગવતી નગર સોસાયટી ના 100 વષૅના મિરાત બેન પટેલ પણ મતદાન કરશે…

Date:

પાટણ તા. ૩
લોકસભા સામાન્ય ચૂંટણી -2024 નો માહોલ ચાલી રહ્યો છે.ચારેબાજુ ચૂંટણીલક્ષી તૈયારીઓ દ્રશ્યમાન થઈ રહી છે.જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવી ને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. ‘’મતદાન એ જ મહાદાન’’, ‘’તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો મતદાન કરો’’, ‘’લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા’’ આ પ્રકારના સૂત્રો આપણે સૌ ચારે-બાજુ જોઈએ છીએ, સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. આ બધુ જોઈને, વાંચીને, સાંભળીને લોકોમાં મતદાન કરવા માટે જોમ જુસ્સો આવે છે. પરંતુ જે વ્યક્તિ આ તમામ પ્રચાર-પ્રસારના માધ્યમોથી દુર છે તેઓનું શુ? આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે આ બધા માધ્યમોથી દુર હોવા છતા પણ મતદાન કરવાનું આજદિન સુધી ચુક્યા નથી અને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.

વાત કરવી છે પાટણ શહેરના ભગવતી નગરમાં રહેતા 100 વર્ષના શતાયુ મતદાર મિરાતબેન પટેલ ની..
મણુંદ પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવી ચુકેલા મિરાતબેન છે તો 100 વર્ષના પરંતુ તેમનો જુસ્સો છે 20 વર્ષના યુવા જેવો. મિરાતબેનની બોલવાની છટા જોઈને એવું થાય કે બા યુવાનીમાં ખુબ સારા વક્તા રહ્યા હશે. આટલી ઉંમરમાં પણ તેઓ કોઈપણ જાતના ટેકા વગર એકદમ સીધા ટટ્ટાર બેસી શકે છે. ખૂબ મોટી વયના લીધે મિરાતબેન સ્પષ્ટ જોઈ કે સાંભળી શકતા નથી. પરંતુ મતદાન કરવાનો તેમનો જુસ્સો ભલભલાને શરમાવે તેવો છે. 100 વર્ષના મિરાતબેને પટેલે જીવનના અનેક તડકા છાંયડા જોયા છે. જીવનના અનેક મીઠા-કડવા અનુભવો સાથે તેઓ આજે શાંતિનું જીવન જીવી રહ્યા છે. વર્ષ 1981માં નિવૃત થયા બાદ પણ આજદિન સુધી મિરાતબેને તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે.

આઝાદી પહેલા અને ત્યારબાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી એવા મિરાતબેન ઘરેથી ચાલીને શાળાએ જતા અને ત્યાંથી ચાલીને આવતા. ભૂતપૂર્વ શિક્ષક હોવાના કારણે બોલવાની છટા અને તેઓનું અક્ષર જ્ઞાન અદભૂત છે. મિરાતબેને શિક્ષક તરીકે નોકરી કરવાનાસમયગાળા દરમિયાન ચૂંટણીમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી છે. લોકસભા ચૂંટણીમાં મતદાનનું મૂલ્ય સમજાવતા મિરાતબેને કહ્યું કે, ‘’હું આ વખતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાની છું. આપણે સૌ આપણા સબંધીઓ-પડોશીઓ સાથે અચુક મતદાન કરીએ અને મતદાન થકી આપણા દેશની લોકશાહીને વિશ્વ ની પ્રથમ નંબરની લોકશાહી બનાવીએ.’’ મિરાતબેનના પુત્ર કનુભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, લોકશાહીનું જતન કરવાના અને મતદાનની મહત્તાના સંસ્કાર બાના કારણે જ અમારા પરિવારમાં વિકસ્યા છે. નિવૃતિ પહેલા અને બાદ બાએ હંમેશા મતદાન કર્યું છે. બા જ અમારા માટે અને અમારા સંતાનો માટે પ્રેરણસ્ત્રોત છે.

હુ અને મારો પરિવાર બાની સાથે તમામ ચૂંટણીમાં મતદાન કરીએ છીએ.આમ, પાટણ જિલ્લામાં અનેક શતાયુ મતદારો મતદાન કરવાના છે. જો આટલી મોટી ઉંમરે પણ તેઓ મતદાને પોતાની ફરજ માનતા હોય તો તમામ મતદારોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. તમામ મતદારોએ કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર, આળસ કર્યા વગર થોડો સમય મતદાન કરવા માટે આપવો જોઈએ. તો આવો સૌ સાથે મળીને મતદાન કરીએ અને લોકશાહીના આ અવસરમાં સહભાગી બનીએ..

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાનો બીજો આયુષ મેળો વાગડોદ મુકામે યોજાયો..

જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સહિત ના...

પાટણમાં જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ..

ઓતિયા અને પ્રજાપતિ પરિવાર દ્વારા માનતાના કાનુડા તૈયાર કરાયા.. પાટણ...

હર ધર તિરંગા નહી પરંતુ પાટણ ના મહિલા એડવોકેટે તો પોતાના ઘર ને જ ત્રિરંગો બનાવ્યો..

પાટણ તા. 13 આજે ઐતિહાસિક નગરી પાટણના પ્રતિષ્ઠિત મહારાષ્ટ્રીયન...