google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગર પાલિકાના 48 માં પ્રમુખ તરીકે હિરલ પરમાર અને 30 મા ઉપપ્રમુખ તરીકે હિના શાહ ચુંટાયા..

Date:

પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ, પક્ષના નેતા દશરથજી ઠાકોર,દંડક મનોજ પટેલ ની સવૉનુમતે વરણી કરાઈ..

નવ નિયુકત પ્રમુખ ઉપપ્રમુખ નું વિજય સરધસ નિકળતા શહેરીજનોએ શુભેચ્છાઓ પાઠવી..

શહેરના અધુરા વિકાસ કામોની સાથે શહેરીજનોની સુખાકારી ના કામો પરિપૂર્ણ કરવાની હૈયા ધારણ વ્યકત કરાઈ..

પાટણ તા. 11 પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ ની સોમવારના રોજ પ્રાંત અધિકારી એવમ ચૂંટણી અધિકારી મિતુલ પટેલના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડ ખાતે સવારે 11:00 કલાકે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપનુ મેન્ડેડ મેળવનાર પ્રમુખ તરીકે હિરલબેન અજય કુમાર પરમાર અને ઉપપ્રમુખ પદે હીનાબેન યોગેશભાઈ શાહ સતારૂઢ બનતા ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો,કોર્પોરેટરો અને નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખના સગા સંબંધીઓએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પાલિકાના કારોબારી ચેરમેન તરીકે મુકેશ ભાઈ જેઠાભાઇ પટેલ, પક્ષના નેતા તરીકે દશરથજી સરતાનજી ઠાકોર, દંડક તરીકે મનોજભાઈ નાગરદાસ પટેલ ના નામની જાહેરાત કરતા તેઓને પણ ઉપસ્થિત સૌ કોઈએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ ના આગામી અઢી વર્ષ માટે સોમવારે હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્વે પાટણ જિલ્લા મહામંત્રી તેમજ શહેર ભાજપ પ્રમુખ મેન્ડેટ લઈ સભાખંડમાં આવ્યા હતા.

પાટણ પ્રાંતઅધિકારી મિતુલ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. તો પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીને લઈને સભાખંડમાં એ ડિવિઝન દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પાટણ નગર પાલિકા માં અઢી વર્ષની ટર્મ પુરી થતા નવી ટમૅ માટે ના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી માટે જનરલ સભા નગર પાલિકા ના સભા ખંડ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ભાજપ દ્વારા પ્રમુખ માટે હિરલબેન પરમાર ને અને ઉપપ્રમુખ માટે હિનાબેન શાહ ને મેન્ડેડ અપાયું હતું.

તો કોગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા દ્વારા પ્રમુખ માટે ભાજપ ના કોર્પોરેટર બિપિનભાઈ પરમાર ના નામ નું મેન્ડેડ આપ્યું હતું તો ઉપપ્રમુખ માટે કોગ્રેસના સામીમબાનુ નું નામ ઉમેદવારી માટે રજૂ કરાયું હતું. જેમાં પ્રમુખ પદની ચુટણી યોજાતા પાલિકા ના 44 કોર્પોરેટર પૈકીના હાજર રહેલા 38 કોર્પોરેટરો પૈકી 35 કોર્પોરેટરો એ પોતાની આંગળી ઊંચી કરી નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે હિરલબેન અજયકુમાર પરમાર અને ઉપ પ્રમુખ તરીકે હિનાબેન શાહ ને સમથૅન જાહેર કયુઁ હતુ.

તો કોગ્રેસ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ના દાવેદારો ને 3 કોર્પોરેટર નું સમથૅન મળતા ભાજપ ના બન્ને ઉમેદવાર ને વિજય જાહેર કરાયા હતા. પાટણ જિલ્લાની ભાજપ શાસિત પાટણ નગર પાલિકા માં પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે અઢી વર્ષ ની ટર્મ પુરી થતાં સોમવારે પાલિકા ના સભા ખંડ માં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નું મેન્ડેડ મેળવનાર હિરલબેન પરમાર પ્રમુખ અને ઉપપ્રમુખ નું મેન્ડેડ મેળવનાર હિનાબેન શાહ સાથે કારોબારી ચેરમેન મુકેશભાઇ જેઠાભાઇ પટેલ,પક્ષના નેતા દશરથજી સરતાનજી ઠાકોર, દંડક તરીકે મનોજભાઇ નાગરભાઇ પટેલ વરણી કરવામાં આવતા ભાજપના આગેવાનો, કાર્યકરો અને કોર્પોરેટરો સહિત વિજેતા બનેલા પ્રમુખ-ઉપપ્રમુખના પરિવારજનો માં ખુશીનો માહોલ છવાયો હતો.

અને નગરપાલિકા કેમ્પસ કેસરિયા રંગે રંગાયું હતું વિજેતા ઉમેદવારોનું નગરપાલિકા ખાતેથી ગાડીમાં વિજય સરઘસ પ્રસ્થાન પામી શહેરના મુખ્ય બજાર માર્ગો પર નીકળ્યું હતું.

અને ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોએ શહેરીજનોનું અભિવાદન ઝીલી શહેરના અધૂરા રહેલા વિકાસકામોની સાથે સાથે નગરજનોના સુખાકારીના કામોને પ્રાધાન્ય આપવાની બાહેધરી આપી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે.. ~ #369News

યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ની બેઠકમાં રૂ 1.51 કરોડનું બજેટ રજૂ કરાયું..

કાર્યકારી કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે...

સમી ના અમરાપુર પાટી ના સીમ વિસ્તાર માથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર ફરાર.

બાતમીના આધારે પાટણ એલસીબી ટીમે ઓપરેશન પાર પાડયું…પાટણ તા....

બિકાનેર થી ઓખા સાપ્તાહિક ટ્રેનને પાટણ ખાતે સ્ટોપેજ આપવા માંગ

બિકાનેર થી ઓખા સાપ્તાહિક ટ્રેનને પાટણ ખાતે સ્ટોપેજ આપવા માંગ ~ #369News