સિધ્ધપુરમા હોમિયોપેથિક ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર મચી.

પાટણ તા. ૪
આજકાલ આત્મહત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક આત્મહત્યા ની ઘટના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે હોમિયોપેથિક ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી અને શહેરના મેવાડા વિસ્તારમાં આવેલ રહેણાક વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર આત્મ હત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશ નું પંચનામું કરી પીએમ અર્થ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આત્મહત્યા ઘટનાની મળતી હકીકત મુજબ સિદ્ધપુરમા હોમીયોપેથીક ના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાઘેલા શિવાંગી બાબુભાઈ ઉંમર વર્ષ 22 એ ગતરાત્રી એ સિદ્ધપુરના મેવાડા વિસ્તારમા આવેલ રહેણાંક મકાનમા કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અને બનાવની જાણ પરિવાર જ નો સહિત વિસ્તારના લોકોને થતાં તેઓ દ્રારા પોલીસ ને જાણ કરાતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી સિધ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે. હોમિયોપેથીકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી હશે તેને લઈ ને અનેક તકૅવિતૅકો વચ્ચે તેનું કારણ અકબંધ રહેવા પામ્યું છે