ફોટા ફોરવડૅ કરનાર વ્યક્તિ નું વોટસએપ હેક કરી કોઈ અજાણ્યા શખ્સ દ્રારા બિભત્સ ફોટા અપલોડ કરાયા હોવાનું જાણવા મળ્યું..
પાટણ સાયબર ક્રાઈમ અને રાધનપુર પોલીસ મા અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરવા ફરિયાદ કરાઈ..
પાટણ તા. ૩
પાટણ જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો જે મોબાઈલના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તે પાટણ જિલ્લા સોશિયલ મીડિયા વોટસએપ ગ્રુપ મા બુધવારના રોજ મો. 8320110620 પરથી બિભત્સ ફોટા વાયરલ થતાં ઉપરોક્ત વોટ્સએપ ગૃપમા જોડાયેલા રાજકીય, સામાજિક આગેવાનો સહિત ના પ્રબુદ્ધ નગરજનો ક્ષોભમા પડ્યા હતાં અને આવા ફોટા ગૃપ માથી તાત્કાલિક ડિલેટ કરવા સુચિત કરતાં ગૃપ મા ફોરવર્ડ કરેલ ફોટા દુર કરાયા હતા.
જોકે આ બાબતે જે મોબાઇલ નંબર પર થી બિભત્સ ફોટા ફોરવડૅ થયાં હતાં તે મોબાઇલ નંબર રાઉમા જાકીરભાઈ મહેબૂબભાઈ રહે. મહેમદાવાદ, તા.રાધનપુર વાળા નો હોવાનું અને તેમનુ વોટસએપ કોઈ અજાણ્યા વ્યકિત દ્રારા હેક કરી આવા બિભત્સ ફોટા ગૃપમા ફોરવડૅ કરવામાં આવ્યાં હોવાનું જણાવી આ બાબતે તેઓ દ્રારા ઓનલાઇન પાટણ સાયબર ક્રાઈમ મા અરજી કરવાની સાથે રાધનપુર પોલીસ મા પણ અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં ફરિયાદ સાથે રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું.
જોકે પાટણ જિલ્લા સોશ્યલ મિડિયા ગૃપમા આવા બીભત્સ ફોટા અપલોડ થવાથી ગૃપમા જોડાયેલ રાજકીય, સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો ક્ષોભીલા બન્યાં હતાં.
અહેવાલ યશપાલ શ્યામી