પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનો માં હાર્ટ એટેકના પ્રમાણ વધતા લોકો મા ચિંતા વધી..
વારાહી જીઈબીમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ યુવાનના મોતને લઈ સ્ટાફ-પરિવારમાં શોક છવાયો..
પાટણ તા. 11
પાટણ શહેર અને જિલ્લામાં યુવાન મા હાટૅ એટકનું પ્રમાણ છેલ્લા કેટલાક મહિનાઓ થી વધ્યું છે ત્યારે પાટણ જિલ્લાના વારાહી માં રહેતા પ્રજાપતિ પરિવાર ના એક નવ યુવાન નું રવિવારે હાટૅ એટક મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેર છે સમગ્ર જિલ્લામાં કોરોનાની મહામારી બાદ યુવાનો માં હાર્ટ અટેકનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ હોય તેમ અવારનવાર યુવાનો નું હાર્ટ એટેક મા મોત નિપજતા હોવાના કિસ્સાઓ જોવા મળતા હોય છે ત્યારે રવિવારે પાટણ જિલ્લાના વારાહી ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર ના યુવાન જયેશ પ્રજાપતિ નું હાટૅ એટેક થી મોત નીપજ્તા પરિવાર જનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.વારાહી GEB ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ પરિવાર ના આશાસ્પદ યુવાન નું ચાલુ નોકરીએ જ મોત નીપજ્યું હોય તેના સહ કમૅચારીઓ મા ધેરો શોક છવાયો હતો. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવને પગલે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી