google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 27 જૂને યોજાશે.

Date:

પાટણ તા. ૫
પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.27 જુન ગુરુવારના રોજ સવારે 11.00 કલાકે કલેક્ટર કચેરી, પાટણ ખાતે જિલ્લા કલેકટર ના અધ્યક્ષ પદે યોજાનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ માટે જાહેર જનતા, જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન કે રજુઆત કરવા માગતા હોય તેઓ એ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.11 જુન સુધી સમય 16.00 કલાક સુધી ક્લેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે. અને અરજદારે જાતે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસ ચાલુ હોય તે બાબતની ન્યાયિક કે અન્ય ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમ વાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન પણ રજુ કરવા નહિ. તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી માં મોબાઈલ નંબર લખવો તથા અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે તેવું સુત્રોએ  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સંસ્કૃતભાષાને પણ ગુજરાતીની જેમ જ સહજતાથી વ્યવહારમાં લાવી શકાય તેમ છે : સ્વામી હરિહરાનંદ સાગર

સંસ્કૃતભાષાને પણ ગુજરાતીની જેમ જ સહજતાથી વ્યવહારમાં લાવી શકાય તેમ છે : સ્વામી હરિહરાનંદ સાગર ~ #369News

પાટણના વિશલવાસણા ગામે 200 વર્ષ જુના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નો પાટોત્સવ પર્વ ઉજવાયો..

પાટણના વિશલવાસણા ગામે 200 વર્ષ જુના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નો પાટોત્સવ પર્વ ઉજવાયો.. ~ #369News