પાટણ તા.૬
પાટણ જિલ્લાની ધોરણ 1 થી 12 ની ખાનગી 50 શાળાઓએ 10% ફી વધારા માટે રૂ. 100 ના સ્ટેમ્પ પર એફિડેવિટ સાથે અને 7 શાળાઓએ એકસ્ટ્રા 5℅ ફી વધારાની મંજૂરી માટે દરખાસ્ત કરતાં શિક્ષણ વિભાગ ગાંધીનગર ને દરખાસ્ત કરતા પાટણ જિલ્લાની 50 ખાનગી શાળાઓને 10 ટકા અને 7 શાળાઓ ને 10+5 એમ કુલ 15 ટકા ફી વધારાની મંજુરી આપવામાં આવી હોવાનું પાટણ શિક્ષણ વિભાગ ના સિનિયર કલાકૅ વી.પી. સોલંકીએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લામાં હાલમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં રુ.15,000, માધ્યમિકમાં રૂ.25000, ઉચ્ચતર માધ્યમિક માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં રૂ. 30,000 ફી વસૂલી શકે છે. જે શાળાઓઆ સ્લેબ કરતાં વધુ ફી વસૂલવા ઈચ્છતી હોય તેઓએ FRC સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે.
ત્યારે પાટણ જિલ્લામાં 50 ખાનગી શાળાઓ 10 ટકા ફી માં વધારો કરવાં માટે 100 રૂ.ના સ્ટેમ્પ પર એફિડેવીડ કરી ફી વધારો માંગ્યો હતો જયારે 10 ટકા થી વધારે ફી વધારવા માટે 7 શાળા એ શિક્ષણ વિભાગ માં દરખાસ્ત કરી હતી. જે શિક્ષણ વિભાગ ગાંધીનગર દવરા મજુર કરવામાં આવી હતી
પાટણ જિલ્લાની 50 ખાનગી શાળાઓને 10 ટકા વધારો મંજુર કરવામાં આવ્યો હતો. જયારે 7 ખાનગી શાળાઓને 15 ટકા નો વધારો મંજુર કરવામાં આવ્યો છે. જેમાં પાટણની ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઓક્સફોર્ડ સ્કૂલ ,ક્રિષ્ના સ્કૂલ અને સિધ્ધપુર ની બુરહાની સ્કૂલ,આગાખાન સ્કૂલ, શ્રી સ્થળ સ્કૂલ અને યુનિવર્સલ સ્કૂલ નો સમાવેશ થાય છે.