પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર 2073 મતદાન મથકો ઉભા કરાશે..

સૌથી વધુ 325 મતદાન મથકો રાધનપુર વિધાનસભા બેઠક પર ઉભા કરાશે..

પાટણ તા. ૨૭
પાટણ લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ, સખી, યુવા અને મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવશે જેમાં 1 યુવા મતદાન મથક અને 49 સખી મતદાન મથક ઉભા કરાશે જે તમામ મતદાન મથકો ઉપર મહિલા કર્મ ચારીઓ ફરજ બજાવશે. લોકસભા ની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્રારા ચુંટણીલક્ષી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે 7 મેં ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ વખતે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરાયાં છે.

જેમાં જિલ્લામાં વિધાન સભા દીઠ 7 એટલે કે 49 સખી મતદાન મથકો, 7 દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક, 1 યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત યુવા મતદાન મથક, 7 મોડેલ મતદાન મથક ઊભા કરવા માં આવશે.જે તમામ મતદાન મથકો અલગ અલગ થીમ થી તૈયાર કરવામાં આવશે તો તમામ મતદાન મથક પર 5 કર્મચારીઓ જેમાં પ્રિસાઈડીંગ ઑફિસર,આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ તથા પોલીંગ ઓફિસર સહિત કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.

પાટણ લોકસભા બેઠક માં આવતી 7 વિધાનસભા બેઠક દીઠ એક-એક દિવ્યાંગ મતદાન મથક બનાવવા માં આવશે. જેમાં પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી અને કર્મચારી ઓની નિયુક્તિ કરવામાં આવશે. જેમાં તમામ કર્મચારીઓ દિવ્યાંગ હશે જે સમગ્ર મતદાન મથક નું સંચાલન કરશે. જયારે અલગ અલગ થીમ સાથે 7 મોડર્ન મતદાન ઉભા કરવામાં આવશે જેમાં પોલિંગ સ્ટાફ અને મતદાન એજન્ટોને બેસવા યોગ્ય ફર્નિચરની સુવિધા, શેડ સાથે વેઈટિંગ રૂમ, બેસવા માટે ખુરશીઓ ,સાઈનબોર્ડ,પાર્કિંગ,પીવા ના પાણીની સુવિધા,રેમ્પ, વ્હીલચેર તથા પુરુષ, સ્ત્રી, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે.

તો યુવા મતદાન મથક એક માત્ર રાધનપુર ખાતે બનાવવામાં આવશે. જેમાં 25 વષૅ થી નાના યુવાન કર્મચારી ઓ મતદાન મથક પર ફરજ બજાવશે. પાટણ માં 20.21 લાખ મતદારો માટે કુલ 2073 મતદાન મથકો ફાળવવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ 325 મતદાન મથકો રાધનપુર વિધાનસભામાં ઉભા કરાશે. પાટણ લોકસભા ની સાત વિધાન સભા પ્રમાણે મતદાન મથક ની યાદી જોઈએ તો વડગામ – 301, કાંકરેજ – 297, રાધનપુર – 325, ચાણસ્મા 316, પાટણ – 308, સિધ્ધપુર – 271, ખેરાલુ -255 મતદાન મથકો ઉભા કરવા માં આવનાર હોવાનું ચુટણી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.