google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના સિધ્ધિ સરોવરમાં ખડકાયેલ ગંદકી કુબેરેશ્વર મહાદેવ ના સેવકોએ ઉલેચી..

Date:

પાટણના નગરજનોને પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવર પ્રત્યે પાલિકા નું ઓરમાયું વતૅન..

પાટણ તા. ૭
પાટણ નગરપાલિકાની સરેઆમ બેદરકારી સામે આવી રહી છે ત્યારે શહેર ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિધ્ધિ સરોવરમાં ઠલવાતા નર્મદાના શુધ્ધ નિર નગરજનોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે પરંતુ નગર પાલિકા ના સત્તાધીશો અને અધિકારીઓની દેખરેખને અભાવે સિધ્ધિ સરોવરનું પીવા લાયક પાણી તેમાં ઠલવાતા વિવિધ પ્રકારના કચરાઓને લઈ દૂષિત થઈ રહયું છે.

સિધ્ધિ સરોવરમાં ખોરસમની પાઈપ લાઈન મારફતે નર્મદાના શુધ્ધ નીર ઠાલવવામાં આવે છે. જયાં આ પાણી ફિલ્ટર થયા બાદ શહેરીજ નો ને પીવા તેમજ અન્ય ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવે છે.

પરંતુ હાલમાં પાલિકાની બેદરકારીને કારણે સરોવરના શુધ્ધ પાણીમાં ગંદકી જોવા મળી રહી છે. તો કેનાલ મારફતે ઠલવાતા પાણીમાં લોકો કપડાં ધોતાં હોવાથી આ પાણીમાં સાબુ, પાવડર સહિત અન્ય કચરો ભળતા પાણી અશુધ્ધ થઈ રહ્યું છે છતાં નગર પાલિકા તંત્ર કોઈ જ નકકર પગલા લેતુ નથી. ત્યારે સિધ્ધિ સરોવરમાં ઠલવાતી આ ગંદકીને સરોવરના કિનારે આવેલા કુબેરેશ્વર મહાદેવના સેવક દ્વારા સરોવરના પાણીમાં ઉતરીને તે કચરો તેમજ તેમાંથી દારુની ખાલી બોટલોનો જથ્થો સાફ કરવામાં આવી રહયો છે.

આ સેવક પોતાના જીવના જોખમે સરોવરની સફાઈ કરે છે.આ જવાબદારી નગરપાલિકાની છે शु નગરપાલિકા સિધ્ધિ સરોવરના પાણીમાં ઠલવાતી ગંદકીને સાફ કરવા માટે ઘોર નિંદ્રા માંથી જાગશે કે પછી પ્રજાજનો રોગનો ભોગ બને ત્યારે જ પગલા લેશે..?

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના છાત્રો એ ખેલ મહાકુંભમાં ૩૪ મેડલો મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી…

જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પધૅકો રાજયકક્ષાની સ્પધૉ મા ભાગ...

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ..

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ.. ~ #369News