fbpx

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ..

Date:

બાલીસણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વૃદ્ધોને આઈસ્ક્રીમ ખવડાવી આશીર્વાદ મેળવ્યા..

પાટણ તા.18
તાજેતરમાં જિલ્લા પોલીસ અધિક્ષક પાટણ ની કચેરીએ રાખવામાં આવેલ ક્રાઇમ કોન્ફરન્સ માં જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા મળેલ સુચના અનુસાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગના ઓએ બાલીસણા પો.સ્ટે ની લીધેલ સરપ્રાઇઝ વીઝીટ દરમ્યાન આપેલ સુચના અન્વયે બાલીસણા પોલીસે સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમની મુલાકાત લીધેલ હતી.

આ વૃધ્ધાશ્રમ માં હાલમાં ૫ મહીલા તથા ૧૯ પુરૂષ મળી કુલ ૨૪ જણ આશ્રય લઇ રહેલ હોય તેઓ તમામની સાથે તથા વૃધ્ધાશ્રમના સંચાલકો સાથે મીટીંગ કરી વ્યક્તિ ગત પુછ પરછ કરી ખબર અંતર પુછવા માં આવેલ અને તમામ વડિલો ને આઇસ્ક્રીમ આપવામાં આવેલ તેમજ કોઇપણ પ્રકારનુ કામકાજ હોય તો બાલીસણા પોલીસ નો સંપર્ક કરવા સુચના આપી મોબાઇલ નંબર તેમજ બાલીસણા પો.સ્ટેશનનો નંબર આપવામાં આવેલ છે.

બાલીસણા પોલીસની સંડેર વૃદ્ધાશ્રમની મુલાકાત ને લઇ વૃદ્ધો પણ અભિભૂત બની બાલીસણા પોલીસ સ્ટાફના તમામ જવાનોને આશીર્વાદ પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત એક ઘાયલ..

ચાણસ્મા તાલુકાના ધરમોડા નજીક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મોત એક ઘાયલ.. ~ #369News

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચાણસ્મા રેલ્વે નાળાની સાફ – સફાઈ કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને...

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ..

પાટણના નવીન બની રહેલા આઇકોનિક બસ સ્ટેશનની મુલાકાત લેતા ડો.રાજુલ દેસાઈ.. ~ #369News