fbpx

પાટણની બી.ડી.હાઈસ્કૂલના આચાર્યને બદનામ કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી..

Date:

પાટણ તા. 8
પાટણ શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર અને જૈન ટ્રસ્ટ સંચાલિત બી.ડી.
હાઇસ્કુલ ના આચાર્ય બળદેવભાઈ દેસાઈ ની માલિકીની શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ તિરૂપતિ પ્લાઝા ના બીજા માળે આવેલ ઓફિસ માંથી કોઈ યુવતી નિકળતી હોવાનો રવિવારે સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ થતાં અને તે વિડિઓ સોમવારે અન્ય સોશ્યલ મિડિયા ગૃપમાં બી.ડી. હાઈસ્કૂલ ના લંપટ આચાર્ય ના લખાણ સાથે વાયરલ થતાં આ મુદ્દો સમગ્ર શહેર અને શિક્ષણ આલમમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડિઓ બાબતે બી.ડી.
હાઈસ્કુલના આચાર્ય બળદેવભાઈ દેસાઈ રહે.શિવમપાકૅ સોસાયટી છીડીયા દરવાજા વાળાનો ટેલિફોન પર સંપકૅ કરી હકીકત જાણવાનો પ્રયાસ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તેઓ દ્રારા રવિવારે પાટણ સાયબર ક્રાઈમ ને લેખિત અરજી આપી યોગ્ય તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

પાટણ બી. ડી. હાઈસ્કૂલ ના આચાર્ય ને બદનામ કરવા કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ વિડિઓ બાબતે બળદેવભાઈ દેસાઈ એ પાટણ સાયબર ક્રાઈમ મા આપેલ અરજીમાં જણાવ્યું છે કે આજથી સાતેક માસ અગાઉ અમારી માલિકી ની વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા તિરૂપતિ પ્લાઝા ખાતે ના બીજા માળે આવેલી ઓફિસ જે ભાડે આપેલ હતી ત્યાં અવાર નવાર મારે આવવા જવાનું થતુ હોય ત્યારે તા. 7/4/24 ના રોજ અમારો એક ખોટો વિડિઓ દસ્તાવેજ બનાવી અમારી સામાજિક તથાં વ્યવસાયીક જીવનમાં બદનામ કરવાના ઈરાદાથી આયોજક પૂવૅક કોઈ અજાણ્યા ઈસમો દ્રારા એક વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જે બાબતે મને સામળભાઈ રબારીએ તેમના નંબર ઉપરથી વોટ્સએપ દ્વારા મોકલેલ જેથી ઉપરોક્ત વિડિઓ આ સિવાય અન્ય કેટલાય સોશ્યલ મિડિયા પ્લેટફોમૅ વાયરલ થયેલ છે કે નહિ તે બાબતે કાયદેસર ની તપાસ કરી આ વિડિઓ વધુ વાયરલ ન થાય અને અમારી છબી ન ખરડાઈ તે હેતુથી યોગ્ય ધોરણસરની તપાસ થવા તેઓએ જણાવ્યું છે

તો વધુમાં વિડિયો કોણ અજાણ્યા ઈસમો દ્રારા કયાં ઈરાદાથી રેકોર્ડ કરવામાં આવે છે તે માહિતી અમોને મેળવી આપવા બળદેવ ભાઈ દેસાઈ દ્વારા સાયબર ક્રાઈમ ને અપાયેલ લેખિત અરજીમાં જણાવ્યું છે. પાટણ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી બી.ડી.હાઈસ્કૂલ ના આચાર્યની સોશિયલ મીડિયા માં વાયરલ થયેલી વીડિયો ક્લિપને લઈને હાલમાં આ મુદ્દો સમગ્ર પાટણ શહેર સહિત શિક્ષણ આલમ માં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હોય બળદેવભાઈ દેસાઈ ની અરજી આધારે પાટણ સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે જીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી સત્ય હકીકત બહાર લાવે તેવી પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં મીટ મંડાઈ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધી પાટણ જીલ્લા સ.ખ.વે.સંઘ લી. ના ચેરમેન, વા. ચેરમેન અને મા.મંત્રી નીસવૉનુમતે વરણી કરાઈ..

ચેરમેન પદે કરશનજી જાડેજા, વા. ચેરમેન પદે માતમજી ઠાકોર...