ભગવાનના જન્મોત્સવ પ્રસંગે હિંડોળા ઉત્સવ અને મટકી ફોડ સહિત ના ઉત્સવોની જવાબદારી મહિલા મંડળને સોંપાઈ..
પાટણ તા. 9
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના આગામી 13 એપ્રિલના રોજ યોજાનારા જન્મ જયંતી મહોત્સવ પર્વની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી પદ્મનાભ વાડી મંદિર ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ તેમજ શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
ત્યારે ભગવાન શ્રી પદ્મનાભ ના જન્મોત્સવ ને ઉજવવા અને તેના આયોજન મા સહભાગી બનવા શહેરના નરસિહજી ભગવાન ના મંદિર ખાતે પાટણ પ્રજાપતિ સમાજના મહિલા મંડળની બહેનોની બેઠક મળી હતી.
આ બેઠકમાં શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે ઉજવાનાર ભગવાનના જન્મોત્સવ ના હિંડોળા ઉત્સવ, મટકી ફોડ સહિત ના ધાર્મિક ઉત્સવોની સંપૂર્ણ જવાબદારી સમાજના મહિલા મંડળની બહેનો દ્વારા કરવા માટે તત્પરતા દશૉવી ભગવાન ના જન્મોત્સવ ને યાદગાર બનાવવા સહભાગી બનશે.
પાટણ પ્રજાપતિ સમાજની મહિલા મંડળની બહેનો ની આ બેઠકમાં શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી પદ્મનાભ ઉવત્સવ સમિતિ અને મુક્તિધામ સમિતિના સભ્યો સાથે સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી