છેલ્લા દસ વષૅથી ભરાતા આ બજાર માંથી હિન્દુ- મુસ્લિમ સૌ કોઈ વિવિધ વસ્તુઓની ખરીદી કરી કોમી એકતાના દિદાર કરાવે છે…
પાટણ તા. 9
મુસ્લિમ સમાજ ના પવિત્ર રમઝાન માસ ની પૂર્ણાહુતિ ને હવે ગણતરી ના કલાકો બાકી રહયા છે ત્યારે પાટણ શહેર ના વોર્ડ નંબર 8 માં નીલમ સિનેમા પાસે પનાગરવાડા ના નાકે છેલ્લા દસ દિવસ થી રમજાન બજાર ભરાઈ રહયુ છે.
પવિત્ર રમજાન માસ પછી આવતા ઈદ ઉલ ફીત્ર ના તહેવાર ને અનુલક્ષી ને રમજાન બજારમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ અહીંયા આવી કોમી એખલાસ ભયૉ માહોલમાં ખરીદી કરવા ઉમટી પડતા વેપારીઓ ને પણ પુરજોશ ધરાકી જામી છે.
આ વિસ્તાર વર્ષો થી એકતા, શાંતિ અને સલામતી નું પ્રતીક રહ્યો છે ત્યારે હિન્દૂ-મુસ્લિમ સમાજ ના લોકો ઉત્સાહ ભેર અહિયાં ખરીદી કરવા આવી રહયા છે. અહીં દરેક વર્ગ ને પરવડે એવી કિંમત માં વસ્તુઓ મળી રહેતી હોય દરેક સમાજ ના લોકો ઉત્સાહ ભેર ખરીદી કરી રહ્યાં છે.
જે બજાર મા કપડા,ચપ્પલ કે ઇમિટેશન જવેલરી જેવી અનેક વસ્તુઓ અહીંયા મળી રહેતા લોકો શાંતિ અને સલામતી સાથે હોંશે હોંશે ખરીદી કરી રહ્યાં છે.
ખાસ કરી ને બાળકો અને મહિલાઓ સહિત આબાલ વૃધ્ધો સૌ કોઈ હોંશે હોંશે ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે. વોર્ડ નંબર 8 ના મુસ્લિમ સમાજ વતી સમગ્ર હિન્દૂ મુસ્લિમ સમાજ ના લોકો અને પાટણ વાશી ઓ તેમજ સૌ દેશ વાસીઓને ભાઈચારા, સૌહાર્દ, એકતા અને સમાનતા ના આ તહેવાર ઇદુલ ફીત્ર ની અગ્રીમ શુભેચ્છાઓ વિસ્તાર ના મુસ્લીમ યુવા આગેવાન યાસીનભાઈ મિરજા અને ઉસ્માનભાઈ મનસુરી દ્રારા મુબારક બાદી પાઠવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી