fbpx

પાટણ જિલ્લામાં લોકસભા ની ચુટણી કામગીરીમાં જોડાયેલા ઓને ફરજ દરમિયાન મેડિકલ સારવાર નિશુલ્ક અપાશે.

Date:

પાટણ તા. ૯
પાટણ જિલ્લામાં લોકસભા ની ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીને ફરજ દરમિયાન આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પાટણ જિલ્લાની 31 ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.જે સંદર્ભે તમામ કર્મચારીને કેસ લેસ સારવાર આપવામાં આવશે તેવું ચૂંટણી શાખા ના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ અધિકારી,કર્મચારીઓના આરોગ્યની ચિંતા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને રાજ્ય ચૂંટણી પંચની લેખિત સુચના મુજબ પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કે જેમને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે,

તેમને ચૂંટણી ફરજ દરમ્યાન કંઈ પણ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તેમને તાત્કાલિક આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા અને તે પણ કેસલેસ સારવાર મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 ના અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલ તમામ મુલ્કી સ્ટાફ, પોલીસ કર્મચારી, અધિકારી, કેન્દ્રીય અન્ય રાજ્ય ના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે.

જેને ધ્યાને લઈ લોકસભા સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા ઉપર મુજબના કોઈપણ વ્યક્તિને તેમની ચૂંટણી ફરજ દરમ્યાન આરોગ્ય લક્ષી તકલીફ ઊભી થાય તો તાત્કાલિક પાટણ જિલ્લા ની 31 ખાનગી હોસ્પિટલ માં સારવાર લઈ શકશે. આ સારવાર દરમિયાન અધિકારી,કર્મચારી કે અન્ય સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારનું શુલ્ક ચૂકવવાનું રહેતું નથી, તથા આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જે અધિકારી – કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપવાના હુકમ કરવામાં આવ્યા છે, તેવા અધિકારી – કર્મચારીઓને ફરજના ભાગરૂપે ફરજ દરમિયાન આરોગ્ય લક્ષી સેવા મેળવવાની થશે તેવા કિસ્સામાં તેમના વતી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ રકમ ચુકવવામાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ..

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ.. ~ #369News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસની પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવણી કરાઈ..

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે કેક કાપી બાળકોને...

પાટણ સિધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ ના 40 દિવસના ઉપવાસ ની સમુહમાં ઉજવણી કરાઈ.

પાટણ તા. 26 પાટણ શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના...