પાટણ તા. ૧૧
લોકસભા સામાન્ય ચૂંટણી -2024નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે પાટણ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની 7મી તારીખે યોજાનાર છે. ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયન નાં માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરી ની અધ્યક્ષતામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમમો કરવામાં આવી રહ્યાં છે.
જેનાં ભાગરૂપે રાધનપુર તાલુકાનાં વડનગર ખાતે આવેલ વાદી વસાહતમાં આંગણવાડીની બહેનો દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યાં હતા. રાધનપુર તાલુકાનાં વડ નગર ગામે આવેલ વાદી વસાહતમાં રંગોળી દોરીને લોકોને મતદાન પ્રત્યે પ્રેરીત કરવામાં આવ્યાં હતા. આગામી તા. 7 મી મે નાં રોજ કોઈ પણ સંજોગોમાં તમામ કામ બાજુ પર મુકીને મત આપવાને જ પ્રથમ પ્રાધાન્ય આપવા માટે વાદી વસાહતનાં લોકોને સમજવવામાં આવ્યુ હતુ.
અહેવાલ યશપાલ સ્વામી