પાલિકાની વેરા શાખા માં આ શનિ-રવી રજા હોવા છતાં સવારે 9-30 થી બપોરના 1-00 સુધી વેરા સ્વીકારમા આવશે..
મિલકત ધારકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પાલિકાએ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી…
પાટણ તા. 12
પાટણ નગરપાલિકામાં આગામી વષૅ 2024-25 નાં નાણાંકીય વર્ષનો એડવાન્સ વેરો સ્વિકારવાની ડિમાન્ડ જનરેટ પ્રક્રિયા ગાંધીનગર જીયુડીએમ દ્ધારા ગુરૂવારે તા 11 એપ્રિલ ના રોજ પૂણૅ થતાં શુક્રવારે વહેલી સવારથી જ પાટણ નગર પાલિકા ની વેરા શાખામાં પાટણ ના મિલકત ધારકો પોતાનો વષૅ 2024-25 નો એડવાન્સ વેરો ભરપાઈ કરવા લાબી કતારો મા ઉભેલા જોવા મળ્યાં હતાં. પાલિકા ની વેરા શાખા દ્રારા એડવાન્સ વેરો ભરપાઈ કરવા આવતાં મિલકત ધારકો ને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય તે માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું વેરા શાખા ના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
પાલિકા ની વેરા શાખાની ડિમાન્ડ જનરેટ સેવા ની પ્રક્રિયા ગાંધીનગર ખાતે ગુરૂવારે પૂણૅ થતાં પાલિકા ખાતે એડવાન્સ વેરો સ્વીકારવાની શુક્રવાર થી શરૂ કરાયેલી કામગીરી બાબતે માહિતી આપતા વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું કે આજે સવારથી જ મિલકત ધારકો પોતાના એડવાન્સ વેરા ભરપાઈ કરવા માટે આવ્યા હતા પરંતુ પાલિકા મા ડિમાન્ડ જનરેટ સેવા પાલિકા ના શરૂ થવાના સમય કરતાં થોડીક મોડી જનરેટ થતાં શરૂઆતમા
મિલકત ધારકો મા રોષ જોવા મળ્યો હતો.
પરંતુ તો થોડીજ વારમાં ડિમાન્ડ જનરેટ સેવા કાયૅરત બનતા પાલિકા દ્વારા એડવાન્સ વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો વેરો ભરપાઈ કરવા આવેલ મિલકત ધારકો ને અન્ય કોઈ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે પાલિકા દ્વારા વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામા આવી છે. તો ડિમાન્ડ જનરેટ સેવા ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાલિકા ની વેરા શાખા દ્વારા વષૅ 2024-25 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી ના શુક્રવારે પ્રથમ દિવસે અંદાજીત રૂ. 38 લાખથી વધુ રકમ એડવાન્સ વેરા પેટે મિલકત ધારકો દ્રારા જમા કરાવી હોવાનું જાણવા મળ્યું છે તો આ શનિ-રવી રજા હોવા છતાં પાલિકા ની વેરા શાખા દ્વારા વષૅ 2024-25 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી સવારે 9-30 થી બપોર ના 1-00 વાગ્યા સુધી ચાલુ રહેનાર હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી