google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રિ દિવસીય આયોજિત કલ્પવૃક્ષ યુવા મહોત્સવનું આયોજન કરાયું…

Date:

સોમવારે યુનિવર્સિટીના કા.કુલપતિ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કલ્પવૃક્ષ યુવા મહોત્સવનો પ્રારંભ કરાશે..

પાટણ તા. ૧૦
કલ્પવૃક્ષ (દેવનાગરી: ત્પવૃક્ષ) તરીકે ઓળખાતું વૃક્ષ હિન્દુ પુરાણો, જૈન ધર્મ અને બોદ્ધ ધર્મ માં આલેખાયેલ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે . પ્રારંભિક કાળના સંસ્કૃત સાહિત્ય સ્રોતોમાં તેનો ઉલ્લેખ છે. તે જૈન જ્યોતિષશાસ્ત્ર અને બૌદ્ધ ધર્મમાં પણ પ્રચલિત વિષય છે. કલ્પવૃક્ષનો ઉદ્ભવ સમુદ્ર મંથન દરમ્યાન કામધેનુ (બધી જરૂરિયાતો પૂરી પાડતી દૈવી ગાય) સાથે થયો હતો. દેવતાઓના રાજા, ઇન્દ્ર, આ વૃક્ષ સાથે સ્વર્ગમાં પાછા ફર્યા. ઘણા વૃક્ષોને કલ્પવૃક્ષ સાથે સરખાવવામાં આવે છે જેમકે પારિજાત (ઈરીથ્રીના વેરીગટા Erythrina variegata), વડ (ફાઈકસ બેંઘાલેંસિસ), બાવળ, મહુડો (મધુકા લોન્ગીફોલીઆ), ખીજડો (પ્રોસોપીસ સેનેરારીઆ), ચિઉરા કે ચેઉલી (બાસિઆ બુટીરાસેઆ), અને શેતૂર. આ ઝાડને મૂર્તિ શાસ્ત્ર અને સાહિત્યમાં પણ ઉત્કૃષ્ટ સ્થાન મળ્યું છે

વૃક્ષો પર્યાવરણનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું આગવું સ્થાન રહેલું છે. વિધાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો જીવનમાં ઉતારે તે હેતુસર હેમ. ઉ.ગુ. યુનિ.પાટણ દ્રારા આગામી તા. 11 ડિસેમ્બર થી તા. 13 ડિસેમ્બર દરમ્યાન આયોજિત કરવામાં આવેલ યુવા મહોત્સવનું ‘કલ્પવૃક્ષ’ ના નામકરણ કરણ સાથે સોમવાર થી પ્રારંભ થનાર છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રિ દિવસીય કલ્પવૃક્ષ યુવા મહોત્સવનો સોમવારના રોજ સવારે 10:30 કલાકના સમયે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રોહિતભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરાશે આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર જાણીતા ગાયિકા કિંજલ દવે યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટર ડો કે કે પટેલ શારીરિક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સના હેડ ડો ભાવેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર હોવાહોવાનું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું

Share post:

Subscribe

Popular

More like this
Related

કુણઘેર ગામે ચૈત્રી આઠમ નિમિત્તે માં ભગવતી બહુચરનો પરંપરા અનુસાર હાથીઓ નીકળ્યો..

કુણઘેર ગામે ચૈત્રી આઠમ નિમિત્તે માં ભગવતી બહુચરનો પરંપરા અનુસાર હાથીઓ નીકળ્યો.. ~ #369News

યુનિવર્સિટી દ્વારા 150 પરીક્ષા કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ કરાયો..

ત્રણ સેશનમાં અંદાજિત 80000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે..પાટણ...

ડો. આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ સ્થિત પ્રાદેશિક કેન્દ્રમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ તા. 15ડૉ.બાબાસાહેબ આંબેડ કર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર...