google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાજસ્થાનના રણુજા ખાતે પ. પુ. સંત શ્રી દોલતરામ બાપુ અને પ.પુ.સંત શ્રી વિશ્વ ભારતીજી મહારાજ દ્રારા શકિત ધામ આશ્રમ નું નિમૉણ કાયૅ શરૂ કરાશે..

Date:

રણુજા ખાતે નિમૉણ પામનાર શકિત ધામ ના નિમૉણ કાયૅ મા ભકતોને સહભાગી બનવા રવિરામ મહારાજ ની અપીલ..

પાટણ તા. ૧૫
પાટણ પંથક સહિત સમગ્ર ઉતર ગુજરાત માં વ્યસન મુક્તિ, કુરિવાજો જેવી બદીને દુર કરવા અને જરૂરિયાત મંદોને મદદરૂપ બનવા હમેશા તત્પર રહેતાં નોરતા ધામના પ. પૂ. સંત શ્રી દોલતરામ બાપુ અને પ. પુ. સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ દ્રારા જૂનાગઢ તળેટી ખાતે અનેક સુવિધાઓ સાથે ભાવિક ભકતો માટે નિમૉણ કરાયેલ શ્રી દોલતરામ બાપુ આશ્રમ અને અન્નક્ષેત્ર નો લાભ જુનાગઢ ખાતે લીલી પરિક્રમા અને શિવરાત્રીમા ભવનાથ ના મેળામાં આવતાં લાખ્ખો ભકતો મેળવી રહ્યા છે.

ત્યારે ભગવાન રામદેવપીર મહારાજની અસીમ કૃપાથી ભાવિક ભકતો અને જાહેર જનતાની સેવા માટે સમસ્ત ગુજરાતના ધાર્મિક અને સામાજીક અગ્રણીઓ દ્વારા ૫.પુ. સંતશ્રી દોલતરામજી મહારાજ અને પ. પુ. સંત શ્રી વિશ્વ ભારતી જી ના સાનિધ્ય માં રાજસ્થાનના રણુંજા ખાતે ગુજરાતી ધર્મશાળા “શક્તિધામ” ના નિમૉણ કાયૅ નો ટુક સમયમાં પ્રારંભ કરવામાં આવનાર છે. પ. પુ. સંત શ્રી દોલતરામ બાપુ અને પ. પુ. સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ ના સાનિધ્યમાં રણુજા ખાતે નિમૉણ પામનાર ‘શકિત ધામ’ના આયોજન કાયૅ માં ગુજરાતના તમામ ગામડાઓ તથા ભાવિ ભગત મંડળોને તન, મન અને ધનથી સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે આયોજિત ડો.લંકેશ બાપુની શિવ કથા ના શ્રવણ માટે પાટણ ના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવતા શિવ કથા ના આયોજકો…

પાટણ ખાતે આયોજિત ડો.લંકેશ બાપુની શિવ કથા ના શ્રવણ માટે પાટણ ના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવતા શિવ કથા ના આયોજકો… ~ #369News

પાટણ જિલ્લા પંચાયત ખાતે બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાકીય સમીક્ષા બેઠક યોજાઇ..

પાટણ તા.૪પાટણ જિલ્લા પંચાયત નાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી...