પાટણ તા. ૧૫
પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સુરેશભાઈ વાગડોદા તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ ની ખાસ ઉપસ્થિતિમા મતદાન જાગૃતિ અંગે માર્ગ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. સિનિયર સિટીઝન દ્રારા આયોજિત આ મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ મા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અધિકારીઓ દ્વારા સુંદર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા સિનિયર સિટીઝનો માટે મતદાનની અલગ વ્યવસ્થા તથા 85 વર્ષથી ઉપરના લોકો માટે મતદાનની અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવી આજના યુવાનોને મતદાન જાગૃતિ માટે મતદાન કરવું એ આપણો અધિકાર છે અને યુવાનોએ મતદાન જરૂર કરવું જોઈએ તેવી અપીલ પણ અધિકારીઓએ કરી હતી.
આ પ્રસંગે કાઉન્સિલના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા કાઉન્સિલ વતી આવેલ અધિકારીઓનું સાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યુ હતું અને કાઉન્સિલમાં નવા સભ્યો બન્યા હોય તેઓનું પણ સંસ્થા દ્વારા સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તો કાઉન્સિલના સભ્યોના જન્મ દિવસ ની ઉજવણી પણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી મૂળશંકર ભાઈ વ્યાસ અને આભાર દર્શન મહાદેવભાઇ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી