google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ડો. આંબેડકરજી ના 133 મા જન્મ જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઈ..

Date:

પાટણ તા.15
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની તા. 14 એપ્રિલના રોજ 133 મી જન્મ જયંતી પ્રસંગે પાટણ શહેરના બગવાડા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને વિવિધ રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પણ માલ્યાપણૅ કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કરવામાં આવ્યાં હતાં.

ડોક્ટર આંબેડકર જીના 133 માં જન્મ જયંતી નિમિત્તે બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત કરાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહો ના બુલંદ નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ડોક્ટર આંબેડકરજી ના જન્મદિન જયંતિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો, કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. આંબેડકર જી ની પ્રતિમાને માલ્યાપણૅ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું…

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું… ~ #369News

પાટણ બ્રહ્માકુમારી સેન્ટર અને બાલીસણા હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

યોગમાં સૌથી શ્રેષ્ઠ રાજયોગ છે : નીલમદીદી.પાટણ તા. ૨૧પાટણ...

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ વરસાદી વન દિન ની ઉજવણી કરાઈ..

પાટણ તા. 22ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...