google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

Date:

પાટણ તા. ૭
જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે પૂણાહૂતિ થઈ છે. પર્યુષણના અંતિમ દીવસને જૈન લોકો સંવત્સરીના નામથી ઓળખે છે. આ દીવસ જૈન લોકો માટે ખુબ જ મહત્વનો દીવસ છે.આ દીવસે વિવિધ જૈન મંદિરોમાં જૈન સાધુ-મહંતો દવારા લોકોને બારસ સુત્ર નામક ગ્રંથનું વચનામૃત આપે છે. અને તેનું વાંચન કરીને લોકોને ધર્મનો ઉપદેશ આપે છે.

આ દીવસે જૈન સમાજના લોકો અહિંસા, શાંતી, પ્રેમ, દયા, ક્ષામા વગેરેનું પાલન કરે છે. અને બને તેટલા ધાર્મિક પ્રવૃતીઓમાં લીન રહે છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ જીનાલયોમાં લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પુજા-અર્ચના કરીને લોકોએ ધર્મમય દીવસ ગાળવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના નગીનભાઈ પૌષધશાળા અને સાગર ઉપાશ્રય સહીત ત્રિસ્તુતીક જૈન મહાસંઘમાં મુનિભગવંતોએ પર્યુષણ પર્વમાં તપ અઠ્ઠઈ કરનાર શ્રાવક શ્રાવીકાઓને વ્રત તપ છોડાવ્યા હતાં. અને જાણે અજાણે કોઈને લાગણી દુભાઈ હોય તો મીચ્છામી દુક્કડમ પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં વર્ષમાં એક જ વાર દશૅન આપતાં કાર્તિકેય ભગવાનના મુખના દર્શન કરવા ભક્તો ઉમટ્યા…

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિત...