google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

અયોધ્યા ની પ્રતિકૃતિ વાળી શ્યામવર્ણી ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રતિમાં સાથે પાટણ માથી બે અલગ અલગ રથમાં શ્રી રામલલ્લાની શોભાયાત્રા નિકળી..

Date:

પ્રથમ રથમાં શ્યામવર્ણી પ્રતિમા સાથે પ્રભુ શ્રી રામ બિરાજમાન બન્યા તો બીજા રથમાં રામ,લક્ષ્મણ,જાનકી બિરાજયા..

37 મી શોભાયાત્રામાં સંતો,મહંતો સાથે રાજકીય,સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં રામ ભકતો જોડાયા..

શોભાયાત્રા મા જોડાનાર સૌ રામ ભકતો ને સરયૂ નદીના પવિત્ર જળ ચરણામૃતની પ્રસાદ સ્વરૂપે વિતરણ કરાયા….

પાટણ તા.17
ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા પછીની પ્રથમવાર શ્રીરામનવમી ની શોભાયાત્રા પાટણ શહેર સહિત સમગ્ર ભારતમાં જય જય શ્રી રામ ના નારા સાથે નિકળતા વાતાવરણ પ્રભુ શ્રી રામ મય બન્યું હતું. તો હિન્દુ સનાતન પ્રેમીઓએ રામનવમી ઉત્સવમા જોડાઈને ધન્યતા અનુભવી હતી.

પાટણ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર અને શ્રી રામ નવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગામ રામજી મંદિર ખાતે થી બે અલગ અલગ રથોમાં નિકળેલી શોભાયાત્રામાંપ્રથમ રથમાં અયોધ્યા મા બિરાજ માન ભગવાન શ્રી રામચંદ્ર ની પ્રતિમા ની હુબહુ 200 કિલો વજનની શ્યામવણૅ ના પથ્થરમાથી રાજસ્થાન ના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રભુ શ્રી રામની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી હતી. તો બીજા રથમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજી એ બિરાજમાન બની પાટણ નગરની પરિક્રમા એ નિકળ્યા હતાં.

આ શોભાયાત્રામાં પાટણ ના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ સવા પાંચસૌ ગ્રામ વજનની ભગવાન શ્રી રામચંદ્ર ની ચાંદીની ચરણ પાદુકા કે જે ચરણ પાદુકા ની અયોધ્યામાં વિશેષ પુજા અચૅના કરવામાં આવી હતી તેને પણ ભગવાન ની શોભા યાત્રા માં પાટણનાં રામ ભકતો માટે દશૅન માટે પ્રસ્થાપિત કરવાની સાથે અયોધ્યા મા ભગવાન શ્રી રામચંદ્ર ને પહેરાવેલા વસ્ત્રો પણ ભેટ સ્વરૂપે જે પ્રાપ્ત થયા હતા તે વસ્ત્રો પણ શોભાયાત્રા મા રામ ભકતો ના દશૅન માટે મુકવામાં આવ્યા હતા.તો અયોધ્યા રામમંદિર ના પુજારી દ્રારા પ્રાપ્ત થયેલ સરયુ નદીના જળને પણ શોભાયાત્રા દરમ્યાન દશૅનાથૅ પધાર નારા રામ ભકતોને ચરણા મૃત ની પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

ચાલુ સાલે સમરસતાનાં ભાવ સાથે નીકળેલી ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રામાં પાટણ લોકસભા બેઠક ના ભાજપ- કોગ્રેસના બન્ને ઉમેદવારો સાથે રાજકીય આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો પણ પુજા અચૅના કરી જોડાયા હતા.બન્ને રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રજીએ શહેરના 27 રૂટો પર નગરચયૉ એ નિકળતા જય જય શ્રી રામ ના નારા વચ્ચે સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું. શોભાયાત્રા ના માગૅ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઉભા કરાયેલ સેવા કેમ્પોનો રામ ભકતોએ લાભ લીધો હતો. રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે જિલ્લા પોલીસ વડા દ્ધારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

ભગવાન રામલલ્લા ની શોભાયાત્રામાં દુગૉવાહીની ઓની તલવાર બાજી અને બજરંગ દળ ના યુવાનોના હેરત અંગેજ અંગ કસરતના કરતબો આકષૅણ નું કેન્દ્ર બન્યાં હતાં.

તો શોભાયાત્રામાં વિવિધ બેન્ડોએ ભગવાનની સ્તુતી અને ધૂનથી રથયાત્રાને ભક્તિરસ મા તરબોળ બનાવી હતી. શોભાયાત્રામાં બ્રહ્મા કુમારી, શિશુમંદિર, જલારામ મંદીર સહિતની સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રીરામ, મહાદેવ, ધોડેસવાર, શિવાજી, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, વાનર, શિવજી, ભારતમાતા સહિત ના ધાર્મિક પાત્રોની ઝાંખીઓ જોડાતાં રામલલ્લા ની શોભાયાત્રા દેદીપ્યમાન બની હતી.

નગરચયૉ કરી શોભાયાત્રા પરત ગામ રામજી મંદિર ખાતે મહાઆરતી સાથે સંપન્ન બન્યાં બાદ સમૂહમાં સમરસતા ખિચડી નો સૌવ રામ ભકતોએ પ્રસાદ ગ્રહણ કરી રામનવમીના પવૅ ને યાદગાર બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે પાટણ શહેરમાં વરસાદ ખાબકયો..

વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે પાટણ શહેરમાં વરસાદ ખાબકયો.. ~ #369News

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો. ~ #369News

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૬આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક...