જેસીબી મશીનની મદદથી અંદાજીત ૨૦ ટ્રેક્ટર ભરાઈ તેટલી ગંદકી ઉલેચવામાં આવી..
કેનાલની સફાઈ કામગીરી બાદ કેનાલમાં ગંદકી કરનારા રહીશો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે..
પાટણ તા. ૨૬
પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ- મોનસુનની કામગીરી કરાતી હોય છે જે કામગીરી દરમિયાન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ સહિત શહેરના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારની પાણી નિકાલ માટેની કેનાલોની સફાઈ કામગીરી હાથ ધરાતી હોય છે.પરંતુ શહેર ના ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા પાણીના નિકાલ માટેની આ કેનાલ માં બિનજરૂરી ગંદકીના ઢગ ખડકાતા કેનાલના પાણી કેનાલમાં જ ભરાઈ રહેતા અસહ્યં ગંદકી સાથે મચ્છરો નો ઉપદ્ધવ વધતાં વિસ્તાર માથી પસાર થતાં રાહદારીઓ,વાહનચાલકો અને આ વિસ્તાર માં રહેતા લોકોના આરોગ્ય જોખમમાં મુકાતા પાલીકા દ્રારા કેનાલની ગંદકી ઉલેચવાની કામગીરી જે સી બી મશીનની મદદથી હાથ ધરવામાં આવી હતી.
પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ કેનાલની સફાઈ દરમ્યાન અંદાજીત 20 ટ્રેક્ટર ભરાઈ તેટલી ગંદકી કેનાલ માંથી ઉલેચવા આવી હોવાનું ફરજ પરના કમૅચારીઓએ જણાવ્યું હતું.નગરપાલિકા દ્વારા ટેલીફોન એક્સચેન્જ વિસ્તારની કેનાલ થી લઈને લાલેશ્વર પાર્ક સુધીની કેનાલની ગંદકી ઉલેચવાની કામગીરી બાદ કેનાલ વિસ્તારમાં રહેતા રહીશો ને બિનજરૂરી ગંદકી ના ઢગ કેનાલમાં ન કરવા પાલિકા દ્વારા કડક સુચનાઓ આપી સૂચનાનું પાલન નહિ કરી કેનાલમાં ગંદકીના ઢગ કરનારા રહીશો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પાલિકા ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી