fbpx

યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે નર્તન નૃત્ય ક્લાસંસ્થા દ્વારા ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પ્રસ્તુતિ એ લોકોને મંત્ર મુગ્ધ બનાવ્યાં..

Date:

પાટણ તા. ૯
પાટણ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રવિવારે નતૅન નૃત્ય કલા સંસ્થા દ્રારા ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યુનિવર્સિટી કન્વેન્શન ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ પ્રસ્તુતિ કલા ગુરુ શ્રીમતી મોના નાયક કે જેઓ છેલ્લાં ૩૦ વર્ષથી શિસ્તબદ્વતા, સંસ્કારિતા, વાત્સલ્યતા અને સાત્વિકતા દાખવી નૃત્ય કલાસાધનામાં દીકરીઓને પ્રવીણ બનાવી રહ્યા છે.

કલા વારસાની આ પરંપરાને વધુ ઉજજવળ બનાવી તેનું જતન કરવા તેઓએ નર્તન એકેડમી ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થાનું નિર્માણ કરી હાલમાં તેઓ અમદાવાદ અને પાલનપુર ખાતે પૂર્ણરૂપે કાર્યરત છે. તો નૃત્ય કલાગુરુ ધ્વનિ નાયક પણ છેલ્લાં ૧૨ વર્ષથી ભરત નાટયમ નૃત્યની તાલીમ આપી રહ્યા છે.

તેઓએ નૃત્ય કલા સાધના દ્વારા આ કલાવારસાને જાળવી રાખવા તેમના માતૃશ્રી શ્રીમતી મોના નાયક પાસે શિક્ષા મેળવી સાથે રહી નર્તન નૃત્ય કલા સંસ્થા પાટણ દ્વારા અનેક વિદ્યાર્થીનીઓને તૈયાર કરેલ છે.તેઓશ્રી ૐકાર કલા વિદ્યાલય-ડીસામાં આઠ વર્ષથી ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે.

આ ઉપરાંત તેઓએ ગાયન સંગીતમાં પણ સ્નાતક પદવી પ્રાપ્ત કરેલ છે ત્યારે તેઓ દ્રારા સંગીત ની નગરી પાટણ શહેરમાં રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકના સમયે સૌ પ્રથમવાર યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ભારતીય સંસ્કૃતિ વારસાનું અભિન્ન અંગ એવા ભરત નાટ્યમ્ આરંગત્રમ્ ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ પ્રસ્તુતિ નૃત્ય કલાગુરુ શ્રીમતી મોના નાયક અને ધ્વની નાયક ના માર્ગદર્શન હેઠળ ચિ.અવની, ચિ. ધ્યાની અને ચિ.ખુશી એ તેમની નૃત્ય આરાધનાના માધ્યમથી પોતાની કલાને આરંગેત્રમ દ્વારા ભગવાન
શ્રી નટરાજ તથા ગુરુને સમર્પિત કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવ્યાં હતા.

પ્રસ્તુતિ દરમ્યાન કલાવૃદ કલાગુરુ ગુરુ મોના નાયક નટુવાગમ્ ગુરુ મોના નાયક ગુરુ શ્રી ધ્વનિ નાયક,કંઠ સ્વરમ્ શ્રી સોમનાથ નટરાજન, મૃદંગમ્ આર. નટરાજન, વાયોલીન હેમંત સાધુ,વાંસળી નિખિલ શર્મા, શૃંગારક શ્રીમતી અલ્પના અગ્નિહોત્રી દિપલે સાથ આપ્યો હતો.

આ શુભ અવસરને બિરદાવવા તથા શુભાશિષ પાઠવવા કાર્યક્રમ ના અધ્યક્ષ પદે ડૉ.કિશોરભાઈ સી. પોરિયા, કુલપતિ હેમ.ઉ.ગુ.યુનિ.પાટણ,ઉદ્ઘાટક પદે ડૉ.સ્મૃતિબેન વાઘેલાઆસી.પ્રોફેસર,ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ,ફેકલ્ટી ઓફ પરફોર્મીંગ આર્ટ્સ એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા, અતિથિ વિશેષ પદે નારણ ભાઈ એલ.ઠક્કર,ટ્રસ્ટીજલારામ સેવા ટ્રસ્ટ પાટણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત ભરત નાટયમની પ્રસ્તુતિ કાર્યક્રમને સફળ બનાવવા બંટુ ભાઈ રાણા, આરતી રાણા, હષૅ, રાકેશ ઠક્કર, કિંજલ ઠક્કર, ડૉ.નિખિલ ખમાર, ડૉ.નિયતિ ખમાર, સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાના માર્ગોનું પાલિકા દ્વારા પેવર કામ શરૂ કરાયું…

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સાંગો પાંગ સફળ બનાવવા પાટણના તમામ...

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું..

પાટણમાં ધોરણ 10 નું 62.17 ℅ પરિણામ આવ્યું : 66 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું.. ~ #369News

ચંદ્રુમાણા આંગણવાડીના બાળકોને છાપકામની એક્ટિવિટી કરાવી તેમના માનસિક વિકાસને વેગવાન બનાવાયો.

પાટણ તા. 18 પાટણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓના બાળકોને આંગણવાડી...