fbpx

પાટણ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે 7 ફોર્મ ભરાયા..

Date:

પાટણ તા. 19
પાટણ લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે શુક્રવારે છેલ્લા દિવસ સુધી માં કુલ 13 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ કુલ 19 ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હોવાનું ચુંટણી શાખાના સુત્રો એ જણાવ્યું હતું.

3- પાટણ લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શુક્રવારે છેલ્લી તારીખ હતી જેને લઈ જુદા જુદા રાજકીય પક્ષના ઉમેદવારો એ છેલ્લી ધડીએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ગતરોજ 6 જેટલા ફોર્મ ભરાયા હતા. જયારે છેલ્લા દિવસે 7 ફોર્મ ભરાયા હતા.

પાટણ લોકસભાની ચૂંટણી માટે કુલ 13 ઉમેદવારો માથી ભાજપ ના ઉમેદવાર અને ડમી ઉમેદવાર મળી કુલ 6 ફોમૅ કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવાર મળી કુલ-4 ફોમૅ અને અપક્ષના 7 ઉમેદવારો એ એક એક ફોમૅ મળી કુલ-7 ઉમેદવારી ફોર્મ જયારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે 1 ફોમૅ,રાષ્ટ્રીય સમાજ પાર્ટીના ઉમેદવારે 1 ફોમૅ મળી કુલ ટોટલ 19 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી. 12 મી એપ્રિલે થી 19 એપ્રિલ સુધીમાં કુલ 13 ઉમેદવારો એ ટોટલ 19 ફોર્મ ભયૉ છે.તા.20 એપ્રિલને શનિવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે તો તા. 22 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.ત્યારબાદ પાટણ લોકસભાની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જય ભોલે ફેન્ડસ ગ્રુપ કસારવાડા દ્વારા પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું..

પાટણના જય ભોલે ફેન્ડસ ગ્રુપ કસારવાડા દ્વારા પાંજરા પોળ ગ્રાઉન્ડ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.. ~ #369News