fbpx

પાટણ શહેરનું આનંદ સરોવર ઓવર ફ્લો થાય તે પહેલા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ..

Date:

પાટણ તા. ૨૮
હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા એક સપ્તાહથી પાટણ શહેરમાં મેઘરાજા વરસી રહ્યા છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે શહેર નું આનંદ સરોવર પણ ઓવરફ્લો થવાની શક્યતાઓ પ્રબળ બનતા આનંદ સરોવર ની આજુબાજુની સોસાયટીના રહીશોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને ફફડાટ ફેલાયો છે

ત્યારે ગતરોજ આનંદ સરોવરની જિલ્લા કલેકટર સહિતની ટીમે રૂબરૂ મુલાકાત લઇ આનંદ સરોવરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાટણ નગર પાલિકા ને સુચિત કરતાં પાલિકા દ્વારા આનંદ સરોવર માંથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અર્થે ધરોઈ જૂથ યોજનાના ઇરીગેશન વિભાગ પાસેથી પંપિંગ મશીન ઉપલબ્ધ બનાવી આનંદ સરોવરના પાણીને કેનાલ મારફત વત્રાસર તળાવમાં ઠાલવવાની કામગીરી બે પમ્પિંગ મશીન ની મદદથી હાથ ધરવામાં આવી હોવાનું નગર પાલિકા ના સૂત્રોએ જણાવ્યું હતું.

આનંદ સરોવરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાતા આજુબાજુની સોસાયટી
ના વિસ્તારના રહીશો એ પણ રાહત અનુભવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ…

શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ… ~ #369News

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે હ્યુમન એનાટોમી પર વર્કશોપ અને સાયન્ટિફિક શો યોજાયો…

પાટણ તા. 23 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...

છેલ્લા ચૌદ વષૅથી છેતર પિંડી ના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૮છેલ્લા ૧૪(ચૌદ) વર્ષથી રાધનપુર પો.સ્ટે. ના છેતર...