fbpx

પાટણ તાલુકાના રણુજ- મણુદ માગૅ પરના તળાવમાં ત્રણ લોકો ડૂબ્યા..

Date:

પાટણ તા. ૨૨
પાટણ તાલુકાના રણુજ થી મણુદ વચ્ચેના માર્ગ પરના એક તળાવમાં રવિવારની મોડી સાંજે ત્રણ વ્યક્તિ ઓ ડૂબ્યા હોવાની ઘટનાના પગલે અફરા તફરી મચી જવા પામી હતી તો બનાવની જાણ લોકો ને થતાં ડુબેલા ત્રણ વ્યક્તિ પૈકી મહિલાને બચાવી લેવા મા આવી હતી તો એક વ્યક્તિ નું મોત નીપજ્યું છે જયારે હજુ એક વ્યક્તિ ની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

મણુદ નજીક આવેલ તળાવમાં બે પુરુષ અને એક મહિલા અગમ્ય કારણોસર તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના ને પગલે લોકો ના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા. ઉપરોક્ત ત્રણેય ઈસમો પૈકી બે પુરુષ અને એક મહિલા તળાવમાં ડૂબ્યા હતા જેમાં નજીક માંથી લોકો દોડી આવતા મહિલાને બચાવી લેવાઇ છે જ્યારે એક પુરુષનું ડૂબી જવાથી મોત થયું છે અને એક વ્યક્તિ હજુ તળાવમાં ડૂબેલ હોવાનું લોકોમાં ચર્ચાતું જાણવા મળ્યું હતું.

ઘટનાની બાલીસણા મહિલા પીએસઆઇ જે. એસ. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મૂળ સિક્કિમ ખાતે રહેતા અને ગુજરાતમાં અવાર નવાર પિક્ચર્સની રિલ્સ બનાવવા આવતાં કપલ ચેતન અરોરા અને હેલ્જબા લાંબા કે જેઓ છેલ્લા છ માસથી મહેસાણા ખાતે ભાડે રહેતા હોય ગુજરાત મા તેમના પરીચિત અને શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે રહેતા પ્રહલાદભાઈ દરજી નામના વ્યક્તિ સાથે તેઓ રવિવારે પ્રહલાદભાઈના સંબંધીને ત્યાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રણુજ મણુદ માર્ગ વચ્ચે આવેલા તળાવમાં નાહવા માટે પડ્યા હતા જેમાં પ્રહલાદભાઈ દરજી નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે હેલ્જબા લાંબા નામની મહિલાને બચાવી લેવામાં આવી છે.

તો ચેતન અરોરાની શોધખોળ માટે હાલમાં એનડીઆરએફ ની ટીમ કામે લાગી છે. મૃતક ની લાશનું પંચનામું કરી પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. આ મામલે હાલમાં બાલીસણા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બાલીસણા મહિલા પીએસઆઇ જે. એસ. ચૌધરીએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ.માં અનુદાનિત ગુજ૨ાતી (ભાષા) ભવન શરૂ કરવા શિક્ષણમંત્રી ને ડો. રાજુલ દેસાઈએ પત્ર લખ્યો..

પાટણ તા. 28પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમા અનુદાનિત ગુજરાતી...

લોક સેવાના કાર્ય થકી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જીજ્ઞાબેન શેઠ…

લોક સેવાના કાર્ય થકી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જીજ્ઞાબેન શેઠ… ~ #369News