fbpx

પાટણમાં વિદ્યાર્થીની ની સાથે લંપટવૃતી કરનાર ફાજલ શિક્ષક ને શાળા સંચાલક મંડળે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો…

Date:

પાટણ તા. ૨૨
શિક્ષણની નગરી પાટણને બટ્ટો લગાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે જેમાં શહેરની એક શાળામાં સ્પોટૅસ શિક્ષકની ફાજલ પડેલ પોસ્ટ પર ફરજ બજાવતા રણજીત નારણભાઈ ચૌધરી નામના શિક્ષકે પાટણ શહેરના પોતાના સિધ્ધરાજનગર સોસાયટી, કોલેજરોડ પાટણ ખાતે ના ભાડા વાળા મકાન માં રવિવારે રજા દિવસે પોતાની શાળામાં ધો. 12 મા અભ્યાસ કરતી અને તાજેતરમાં જ બોડૅ ની પરિક્ષા આપનાર વિધાર્થીની ને પેપર તપાસ માટે નો મેસેજ કરી પોતાના એકટીવા ઉપર તેના ધરે લઈ જઈ એકલતા નો લાભ ઉઠાવી તેણીના શરીર સાથે અડપલા કરતાં વિધાર્થીનીએ શિક્ષકને ધકકો મારી ઘર માથી દોડી જઈને પાલિકા બજાર ખાતે આવી મોબાઇલ ફોનથી સધળી હકીકત તેના માતા પિતા ને જણાવતા તેણીના માતાપિતા એ પણ ધટના સ્થળે દોડી આવી લંપટ શિક્ષકને પાલિકા બજાર ખાતે બોલાવી બરોબરનો મેથીપાક ચખાડી તેની વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ મા ગુનો નોંધાવતાં પોલીસે લંપટ શિક્ષક સામે પોસ્કોનો ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.

શહેરની એક પ્રતિષ્ઠિતશાળા મા સ્પોટૅસ શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત ચૌધરી ના કરતુત ને લઇ સોમવારે શાળાના ઈન્ચાર્જ આચાર્ય દ્વારા શાળા મંડળને સધળી હકીકત જણાવતાં મંડળે આ ધટના ને શખત શબ્દો મા વખોડી વિધાર્થીની ને સાત્વના પાઠવી લંપટ શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શાળાના ઈન્ચાર્જ આચાર્ય એ જણાવ્યું હતું.

આ ધટના ને પગલે પાટણ ડીઓ કચેરી દ્વારા પણ હકીકત જાણવા કચેરીના એજયુકેશન ઈન્સપેકટર અનિષા બેન પ્રજાપતિ ને શાળા ખાતે તપાસ માટે મોકલતા તેઓએ શાળાના શિક્ષિકા બહેનો તેમજ સ્ટાફ પરિવાર અને આચાર્ય સહિતનાઓ ના નિવેદન મેળવી વિદ્યાર્થીની ના ઘરે રૂબરૂ જઈ તેનું પણ નિવેદન મેળવી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના મામલે પાટણ બી ડિવિઝન પોલીસે પણ વિધાર્થીનીના તેમજ સાક્ષીના નિવેદન બાદ દાખલ કરેલ પોસ્કો ગુનાની ફરિયાદ આધારે સોમવારે વિધાર્થીની નું મેડિકલ ચેક અપ કરાવવામાં આવ્યું હોય મંગળવારે લંપટ શિક્ષકને કોટૅ મા રજૂ કરી આગળ ની યોગ્ય કાયૅવાહી કરવામાં આવનાર હોવાનું બી ડિવિઝન પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શિક્ષણ નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત પાટણ શહેરમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે કરાયેલી લંપટવૃતિને લઈ લોકો લંપટ શિક્ષક વિરુદ્ધ શિક્ષણ નગરીને બદનામ કરવા બદલ ફિટકાર ની લાગણી વરસાવી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ…

ઉડાન વિદ્યાલય ની બાલવાટિકા દ્વારા કૌન બનેગા બીરબલ સ્પર્ધા યોજાઈ… ~ #369News

અભિનવ હાઈસ્કૂલ સિધ્ધપુરના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં રાજ્ય કક્ષાએ ઝળક્યા…

પાટણ તા. ૧૪તાજેતરમાં ખોખરા સ્ટેડીયમ ખાતે 32 સ્ટેટ ટેકવોન્ડો...