fbpx

પાટણ શહેરના સુનકાર બનેલા કનસડા દરવાજા થી રાણકી વાવ સુધીના વિસ્તારની જાગૃત નગર સેવક ના લીધે રોનક બદલાય..

Date:

શહેરના કાળકા રોડ પર જય શ્રી પીપળાવાળી ચુડેલ મા ના મંદિર નું નિર્માણ કરાયું…

આગામી તારીખ 20 મી એપ્રિલના રોજ માતાજીનો પાટોત્સવ મહોત્સવ અને રમેલ સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાશે. .

વિસ્તારના રહીશોને આરોગ્યની સુવિધા તેમજ વાંચન માટેની સુવિધા ઉપલબ્ધ બને તે માટે લાઇબ્રેરી તેમજ દવાખાના નું નિર્માણ પણ કરાશે.

પાટણ તા.18
પાટણ શહેરના કાળકા રોડ પર આવેલ પાણીની ટાંકી ની સામે નવ નિર્મિત આકાર પામેલા જયશ્રી પીપળા વાળી ચુડેલ મા ના મંદિર પરિસરનો પાટોત્સવ પ્રસંગ આગામી તારીખ 20 મી એપ્રિલ ને ગુરૂવારના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. જે પ્રસંગને અનુલક્ષીને મંગળવારના રોજ આ વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ પટેલ તેમજ શ્રીપીપળા વાળી ચુડેલ માં સેવક પરિવાર દ્વારા પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની પ્રેસ કોન્ફરન્સનું આયોજન શ્રી પીપળા વાળી ચુડેલ માતાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોને શ્રી પીપળા વાળી ચુડેલમાં તેમજ વિસ્તાર ના વિકાસની માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા માં વર્ષોથી વોર્ડ નંબર 1 માંથી ચૂંટાઈ આવતા નગરસેવક મનોજ ભાઈ પટેલ કે જેઓ હંમેશા પોતાના વિસ્તાર ની અને વિકાસની ચિંતા વ્યક્ત કરે છે. અને તેઓએ એક નગર સેવક તરીકે ની જવાબ દારી પણ બખૂબી રીતે નિભાવી જાણી છે.

ત્યારે વર્ષોથી વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવતા કનસડા દરવાજા થી લઈને વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ સુધીના માર્ગ પર માર્ગની આજુબાજુમાં સર્જાતી ગંદકી ને કાયમી ધોરણે દૂર કરવા અને પોતાના વિસ્તાર ની પ્રજાની સુખાકારી ને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા કાળકા મંદિર નજીક પાણીની ટાંકી પાસે નગરપાલિકા સંચાલિત બિન ઉપયોગી બનેલા પે એન્ડ યુઝ સેન્ટરને વિસ્તારના લોકો માટે વાંચનાલય અને આરોગ્ય ની સેવા મળી રહે તે માટે નિશુલ્ક દવાખાના ની સુવિધા ઉપલબ્ધ બનાવવાના વિચારની પ્રેરણા ને મંત્રમુગ્ધ બનાવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો.

તો આજ વિસ્તારમાં આવેલ નગરદેવી કાલિકા માતાના મંદિરની સામેના કુંડને પણ તેઓએ પોતાના પ્રયાસો થકી નવ પલ્લવીત બનાવી વર્ષોથી ગંદકી થી ખદબદતા વિસ્તાર ને એક રમણીય સ્થળ તરીકે વિકસાવી વિસ્તારના લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે.ત્યારે વિસ્તારના આવા વિકાસ કામો ની સાથે સાથે લોકોમાં ધાર્મિકતા પણ પ્રબળ બની રહે તેવા ઉદ્દેશ સાથે તેઓ દ્વારા લોક ભાગીદારીથી કાળકા રોડ પર આવેલા પાણી ની ટાંકીની સામેના વર્ષો પૂર્વેના પીપળા ની જગ્યાએ નવ્ય ભવ્ય શ્રી પીપળા વાળી ચુડેલ માં ના મંદિર નું નિર્માણ કાર્ય કરી આ વિસ્તાર માંથી પસાર થતા લોકોમાં ધાર્મિકતા ની જ્યોત જગાવવાની સાથે સાથે વિસ્તારના લોકોમાં પણ ધાર્મિકતાનો માહોલ ઊભો કરવા માટેનું સુતત્ય કાર્ય કરવામાં આવ્યું છે.

આ નવનિર્મિત શ્રી પીપળી વાળી ચુડેલમાના મંદિર પરિસરના પાટોત્સવનું આગામી તારીખ 20 એપ્રિલને ગુરૂવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી પીપળી વાળી ચુડેલ માં સેવક પરિવારોએ જણાવ્યું હતું. તો મંદિર પરિસર સમીપ સ્વર્ગસ્થ પટેલ ખોડીદાસભાઈ વિરચંદભાઈ પટેલ પરિવારના મનોજભાઈ ખોડી દાસ ભાઈ પટેલ પરિવાર દ્વારા માર્ગ પરથી પસાર થતા વટે માગૃઓ તેમજ દર્શનાર્થે આવતા દર્શનાર્થી ઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે પાણીની પરબનું પણ નિર્માણ કરાનાર હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

તારીખ 20 મી એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે શ્રી પીપળા વાળી ચુડેલ માતાના પાટોત્સવ નિમિત્તે યજમાન પરિવાર રમેશભાઈ ઠાકોરના નિવાસસ્થાનેથી માતાજીની શોભાયાત્રા પ્રસ્થાન પામશે.જે શોભાયાત્રા ને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લીલી જંડી આપી પ્રસ્થાન કરાવાશે.શોભાયાત્રામાં બે ડીજે, વિવિધ સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો, કળશધારી 200 જેટલી કુંવાસીઓ સાથે વોર્ડ નંબર એક વિસ્તારના રહીશો અને શ્રી ચુડેલ માતા ના ભક્ત પરિવાર જનો જોડાશે.

જે શોભાયાત્રા જીમખાના પાછળથી યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન પામી રંગીલા હનુમાન, જબરેશ્વરી ચોક, ફાટીપાળ દરવાજા, બીડી હાઇસ્કુલ, દેવ દર્શન સોસાયટી, કાલિકા માતા મંદિર થઈ શ્રી પીપળી વાળી ચુડેલ માતાના સ્થાનકે સંપન્ન બનશે. રથયાત્રા સંપન્ન બન્યા બાદ મંદિર પરિસર ખાતે માતાજીના નવચંડી યજ્ઞ નો પ્રારંભ કરાશે.

પાટણ શહેરના કાળકા રોડ પર આકાર પામેલા શ્રી પીપળીવાળી ચુડેલ માતા ના મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાત્રે રમેલ નું પણ આયોજન કરવામાં આવ્યું હોય આ તમામ ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા આ વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિત શ્રી પીપળીવાળી ચુડેલ માતા સેવક પરિવાર સહિત વિસ્તારના રહીશો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું આયોજકોએ ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1 ના આવા જાગૃત નગર સેવક દ્વારા પોતાના વિસ્તાર અને વિકાસની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. ત્યારે શહેરના અન્ય વોર્ડના નગર સેવકોએ પણ વિસ્તારના લોકોની સુખાકારી અને વિસ્તારના વિકાસ ની વિભાવનાને મંત્રમુગ્ધ કરવા પોતાની જાતે પ્રયાસો કરાય તો સફળતા હંમેશા સાંપડતી હોય છે તેનુ ઉત્તમ ઉદાહરણ વોર્ડ નંબર 1 ના નગરસેવક મનોજભાઈ પટેલ બન્યાં હોવાનું પણ શ્રી પીપળી વાળી ચુડેલ માના સેવકોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદના ત્રણ દાવેદારો મા કોની પસંદગી થશે…

બીપીનભાઈ પરમાર, પીનલબેન સોલંકી અને હિરલબેન પરમાર ત્રણ માંથી...

URI ફિલ્મમા મહત્વની ભૂમિકા અદા કરનાર યોગેશ સોમણે વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ની મુલાકાત લીધી..

URI ફિલ્મમા મહત્વની ભૂમિકા અદા કરનાર યોગેશ સોમણે વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ની મુલાકાત લીધી.. ~ #369News

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે શેરી નાટકો થકી જાગૃતિ લાવતી આઈ સી ડી એસ ધટક ની ટીમ…

પાટણ તા. ૭પાટણ જિલ્લામાં આગામી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી...