fbpx

પાટણ શહેરમાં ભક્તિ મય માહોલમાં હનુમાન જયંતિ ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી…

Date:

પાટણ તા. ૨૩
મંગળવારના પવિત્ર દિવસે પાટણ શહેરના હનુમાનજી મહારાજ મંદિર પરિસરોમાં હનુમાન જયંતિ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ, સુંદરકાંડ,હનુમાન ચાલીસા ના પાઠનું ભક્તિ સંગીત ના સુરો વચ્ચે પઠન કરવા ની સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યાં હતાં.

પાટણ શહેરના 600 વષૅ જુના અધોરી ની જગ્યા માં આવેલ પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે પણ પ. પુ. બ્રહ્મલીન નર્મદા ગીરીજી મહારાજ ગુરુશી કાશી ગીરીજી મહારાજના રૂડા આશીર્વાદથી સેવક પરિવાર દ્વારા હનુમાન જયંતિ ના પાવન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

હનુમાન જયંતીના આ પાવન પર્વ પ્રસંગે શ્રી પંચમુખી દાદા ના મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણ ગાર સાથે દાદા સન્મુખ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે સાથે મંદિર પરિસર ખાતે ભક્તિ સંગીત ના સુમધુર સરો વચ્ચે અમિતાબેન નાયક તથા સહ કલાકારો દ્રારા હનુમાન ચાલીસા અને સુંદરકાંડ નું પઠન કરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં પાટણ શહેરના ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી ભગવાન શ્રીરામના પરમ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની આરાધના સાથે ગુણવાન ગાઈને ધન્યતા અનુભવી હોવાનું શ્રી પંચમુખી હનુમાન જી મંદિર પરિસરના કતૉ હતૉ અરુણભાઈ આચાર્ય એ જણાવ્યું હતું.

તો પાટણ શહેરના છબીલા હનુમાન , કલ્યાણ મારુતિ હનુમાન, ભીડ ભંજન હનુમાન, બળિયા હનુમાન, રંગીલા હનુમાન સહિત ના હનુમાન મંદિરો માં દાદા નો મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જયારે બાલા હનુમાન, ગુણવત્તા હનુમાન, જલારામ મંદિર હનુમાન, સિદ્ધ નાથમંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિર ખાતે દાદાને સુંદર મજાની આગી, મારુતિયજ્ઞ અને અન્નકૂટ સહિત સુંદરકાંડ અને હનુમાન ચાલીસા નું પઠન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ શ્રી રામ ભકત હનુમાન જી મય બન્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ ની ઉજવણી ના ઉપ્લક્ષ માં સેવાકિય પ્રવૃત્તિ કરાય..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન તેમજ પાટણ શહેર ભાજપ પ્રમુખ ના જન્મ દિવસ ની ઉજવણી ના ઉપ્લક્ષ માં સેવાકિય પ્રવૃત્તિ કરાય.. ~ #369News

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું…

સંગીત ની પ્રારંભિક પરીક્ષામાં નીરવ ગાંધી મ્યુઝિક એકેડેમી ના તમામ વિદ્યાર્થીઓએ ઉતિર્ણ થઈ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું… ~ #369News

પાટણ નગરપાલિકા ઈબાલાગત કમિટીના ચેરમેન કપિલાબેન સ્વામી એ ચાજૅ સંભાળ્યો..

પાટણ તા. 3પાટણ નગરપાલિકાની આગામી અઢી વર્ષ માટેની જવાબદારી...

પાટણ શહેરના જુનાગજ બજાર વિસ્તારમાં બે આંખલાઓ નું યુદ્ધ શ્ર્વાનો એ સમાપ્ત કરાવ્યું..

વિસ્તારના રહીશોએ પાણીનો મારો અને ડંડા પછાડ્યા છતાં આખલાઓએ...