fbpx

પાટણના NGES કેમ્પસમાં બે દિવસીય યોજાયેલ આનંદ મેળાની બાળકોએ મજા માણી. ..

Date:

પાટણ તા. ૨૩
પરીક્ષાઓ પૂરી થતાં વેકેશનની શરૂઆત થતાં બાળકોમાં રહેલ પ્રતિભા, આવડત, આત્મસૂજ, કંઈક કરવાની ઉત્સુકતાને ધ્યાનમાં રાખી બાળકોમાં રહેલ આત્મવિશ્વાસને બહાર લાવવા માટે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં બે દિવસીય ભવ્ય “Fantasia Fest” જેવાં સુંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ મેળાની શરૂઆત સંસ્થાના અગ્રણી જીગ્નેશ શાહના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. સાથે-સાથે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંસ્થાના CDO પ્રો.જય ધ્રુવ દ્વારા આ સુંદર આયોજન સફળ બને તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બે દિવસીય આનંદ મેળામા કુલ 80 સ્ટોર ઉભા કરાયા હતા જેમા 11 સ્ટોર પેરેન્ટ્સ તરફથી બાળકોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યા હતા

જેમાં હીરા જ્વેલરી સ્ટોર, સાહિત્ય વેચાણ કેન્દ્ર, મનોહર આર્ટ ગેલેરી, હોમમેડ ચોકલેટ, પટોળાવાલા વેર્સ, સ્વદેશી હાટ, વન્ડરફુલ વર્ડ, નેઈલ આર્ટ-બુક માર્ક, માટીના રમકડાં તથા વિવિધ વાસણો, ઘોડે સવારી, ટીચર્સ ચાય વાલા જેવા સ્ટોર બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભગવતી સ્કૂલના તથા અરવિંદ જીવા ભાઈ સ્કૂલનાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના 64 સ્ટોર પણ ઉભા કરવામાં આવ્યા હતા.

જેમાં કે – કિડ્સ ગેમ, ફૂડ સ્ટોર, મનોરંજન વિભાગ, સાર્ક ટેંક, આર્ટ ગેલેરી સાથે વિવિધ પ્રકારની ખાણી- પીણી તથા ગેમો ના સ્ટોરની પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે કેટલાક વિદેશી મહેમાનોએ આ સુંદર આનંદ મેળાની મુલાકાત લઈ અને વિવિધ પ્રકારની ખાણી – પીણીની મોજ સાથે અનેક રમતો રમી બાળકો ની પ્રતિભાને ખૂબ જ ઉત્સાહથી વધાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પૂર્ણ કરતાં ડૉ. જે. એચ.પંચોલી અને પ્રો. જય ધ્રુવ એ પણ શાળાનાં આચાર્ય સંજય પંચોલી અને ડૉ.ચિરાગ પટેલ સહિત સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થીઓ, વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...

બાથરૂમમાં સ્નાન કરવા ગયેલી યુવતીનો મોબાઇલમાં વિડીયો ઉતારનાર યુવાન સામે યુવતીએ ફરિયાદ નોંધાવી.

પાટણના સુભાષચોક વિસ્તારમાં વણકરવાસની ત્રીજી શેરીમાં બનેલ બનાવને લઈ...

પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા..

પાટણની #ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા.. ~ #369News

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...