યુનિવર્સિટી અધ્યાપકો યુનિવર્સિટી સંલગ્ન પાચ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પહોંચી શૈક્ષણિક સવલતોની માહિતી આપશે…
પાટણ તા. ૨૩
હેમચંદ્રાચાયૅ યુનિવર્સિટી ખાતે વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે જેમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવનાર છે. ‘’યુનિવર્સિટી આપના દ્વારે’’ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાની 5 કૉલેજોમાં યુનિવર્સિટી ના અધ્યાપકો જશે અને વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો અંગેની માહિતી આપશે.
વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીમાં સારી કારકિર્દીની તકો સાથે વિદેશમાં અભ્યાસ કરવાની પણ તકો રહેલી છે. તેથી આગામી તા.24 એપ્રિલથી શરૂ થતા આ કેમ્પેઈનનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થી શિક્ષાર્થી બને તેવો છે.
વિદ્યાર્થીઓની અંદર પુસ્તકના જ્ઞાનની સાથે કેળવણી પણ આવે તે માટે યુનિવર્સિટીના અધ્યાપકો પ્રયાસ કરી રહ્યા છે. તા.24 એપ્રિલના રોજ પાટણ ની શ્રી અને શ્રીમતિ પી. કે. કોટાવાલા કૉલેજ, તા.25 એપ્રિલના રોજ મ્યુ. આર્ટસ એન્ડ અ.બેંક.સાયન્સ કૉલેજ, મહેસાણા, તા.26 એપ્રિલ ના રોજ જી.ડી.મોદી આર્ટસ કૉલેજ, પાલનપુર, તા.27 એપ્રિલના રોજ શ્રી એસ.એસ. એમ. આર્ટસ એન્ડ શ્રી એમ. એમ. પી. કોમર્સ કૉલેજ,હિંમતનગર અને અંતમાં તા.29 એપ્રિલના રોજ શ્રી એસ.કે.એસ. એન્ડ શ્રી કે.ઓ.એમ આર્ટસ કૉલેજ મોડાસા ખાતે આ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું યુનિવર્સિટીના કુલસચિવે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી