fbpx

છેતરપીંડીના બે ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીસિધ્ધપુર પોલીસ ના હાથે ઝડપાયો..

Date:

પાટણ તા. ૧૮
આઇ.જી.પી.ચિરાગ કોરડીયા,પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના તેમજ આપેલ ડ્રાઇવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પંડ્યા તથા સિધ્ધપુર પીઆઈ જે.બી.આચાર્ય ના સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પોલીસ સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુક્ત રીતે મળેલ બાતમી હકીકત આધારે બ. કા. ના દાંતા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૩૦૩૫૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ અને દાંતા પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૦૯૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી બાલાજી બાબુજી મોહનજી દરબાર ઉ.વ.૫૫ રહે- સિધ્ધપુર જુની મીલની ચાલી તા.સિધ્ધપુર જી.પાટણવાળા ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે દેથળી સર્કલ નજીક મહાકાળી પાર્લર આગળથી કોર્ડન કરી પકડી પાડી સદરી ઇસમ વિરૂધ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળ ની કાર્યવાહી સારૂ દાંતા પો.સ્ટે.ને સોંપવામા આવેલ હોવાનું સિધ્ધપુર પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચોમાસું શરૂ થતાં જ શહેરના લિંક રોડ પર જેસીબી મશીન થી શરૂ કરવામાં આવેલી કામગીરી સામે લોકોમાં રોષ..

જીયુડીસી દ્રારા સરકારની મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવામાં આવી...

વરસાદી માહોલ વચ્ચે સિદ્ધપુરની અતિ જોખમી સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવતી આરોગ્ય ટીમ..

સિદ્ધપુરના ઠાકરાસણ ની મહિલાને ધારપુર હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલેવરી...

પાટણ સાંસદ ની શ્રી રોટલીયા હનુમાન મંદિર ખાતે રોટલી અને રોટલા થી તુલા વિધિ કરવામાં આવી…

દાદાના સાનિધ્યમાં આયોજિત કાર્યક્રમને લઈ પાટણ સાસદે ધન્યતા અનુભવી.. પાટણ...