fbpx

હારીજના કુરેજા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમા યુવાને ઝંપલાવી જીંદગી ટુકાવી..

Date:

પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરીએ પીએમ અર્થ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી..

પાટણ તા. 30
પાટણ જિલ્લાના શહેરમાં રહેતા ઠાકોર પરિવારના યુવાને અગમ્ય કારણોસર હારીજ પાસે આવેલા કુરેજાની મુખ્ય નર્મદા ની કેનાલમાં અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પીએમ અર્થે મોકલી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે બનાવને મળતી હકીકત મુજબ હારીજ શહેર ના ધુણીયા વિસ્તાર મા રહેતો અરવિંદજી ઠાકોર નામનો યુવાન ગતરોજ પોતાના ઘરેથી કોઈ ને કહ્યા વગર નીકળી ગયેલ હોય જે મોડે સુધી ઘરે પરત નહિ ફરતા પરિવાર દ્વારા શોધખોળ કરતા યુવાનનો મોબાઈલ અને પર્શ કુરેજા કેનાલ પરથી મળી આવતા

સ્થાનિક તરવૈયાઓ ની મદદથી તપાસ હાથ ધરતા કેનાલ અંદરથી યુવાનના ચપ્પલ પણ તરતા જોવા મળી આવતા યુવાને કેનાલ મા ઝંપલાવ્યું હોવાની શંકા પ્રબળ બનતાં પરિવાર દ્વારા હારીજ પોલીસને જાણ કરાતા હારીજ પોલીસે ઘટના સ્થળ પર આવી

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને જાણ કરતાં મંગળવારે બીજા દીવસે વહેલી સવાર થી શોધખોળ બાદ પાચ કલાકની શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ કેનાલ માથી મળી આવતા જે મૃત દેહ અરવિંદજી ઠાકોર નો હોવાન પરિવાર જનો દ્રારા પૃષ્ટિ કરતા પોલીસે મૃતક યુવનની લાશનું પંચનામું કરી લાશને પી.એમ અર્થે હારીજ રેફરલ્સ હોસ્પિટલ ખાતે ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાને ક્યાં કારણોસર કેનાલમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલી છે તે જાણી શકાયું ન હતું તો બનાવના પગલે મૃતક યુવાનના પરિવારજ
નોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો..

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો.. ~ #369News

યુવતીને ચાહનારા યુવકે યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના સાગરીતો સાથે મળીને માર માર્યો..

બનાવની ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી...

બિપરજોયની આફત સામે જિલ્લા વહીવટીતંત્રઅડીખમ તૈયારીઓ..

આગાહી ના પગલે 13,200 મીઠાના અગરીયાઓને સ્થળાંતરીત કરાયા.. આફતને ધ્યાનમાં...

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સીકયોરીટી વિશે સમજ આપવામાં આવી…

પાટણ તા. 26પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહ રાવ...