પેટ્રોલ-ડીઝલ પમ્પ, સસ્તા અનાજ ની દુકાનો, ગેસ એજન્સીઓ અને એ.પી.એમ.સી.ખાતે મતદાન જાગૃતિ ના શપથ ગ્રહણ કરાયા..
પાટણ તા. ૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મા પાટણ જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તેમજ મતદાન બાબતની નાગરિકોમાં જાગૃતિ આવે તે બાબતે જિલ્લા પુરવઠા અધિકારી ડી.એસ.નિનામા દ્રારા વિવિધ જગ્યાએ જેમ કે, પેટ્રોલ/ડીઝલ પંપ, વાજબી ભાવની દુકાનો, ગેસ એજન્સી તેમજ એ.પી.એમ.સી. પાટણ ખાતે બેઠક કરી લોકોને મતદાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મતદાનના દિવસે અમો ચોકકસપણે મતદાન કરીશું તે મુજબના શપથ લેવડાવામાં આવ્યા હતા.
ભારત દેશની લોક તાંત્રિક પ્રક્રિયાની મર્યાદા જળવાય અને સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય લોકો નિર્ભયતાથી વર્ગ, જાતિ, સમાજ, ભાષા અને અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય નૈતિક જવાબદારી સમજી મતદાનના દિવસે મતદાન કરે તે બાબતે સમજૂતી આપવામાં આવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી