google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ અને હારીજ ખાતે યોજાનાર ભગવાન પરશુરામની જન્મ જયંતી પર્વની ઉજવણીને લઇ રાત્રી બેઠક મળી..

Date:

પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. ૨૯
હારીજ બ્રહ્મ સમાજ વાડી ખાતે ભગવાન પરશુરામ જન્મ જયંતી નિમિત્તે રાત્રી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટીંગ મા પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પિયુષભાઇ આચાર્ય, કારોબારી અશ્વિનભાઈ જોશી, મહામંત્રી વિનોદભાઈ જોશીએ ખાસ ઉપસ્થિત રહી આગામી તા.૧૦ મેં ના સવારે ૮ થી બપોરે ૧૨ સુધી પાટણ ખાતે ભગવાન પરશુરામ જન્મ જયંતી શોભાયાત્રા માં હારીજ બ્રહ્મ સમાજ ને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતુ.

પાટણ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમૂખ પિયુષભાઈ આચાર્ય એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના મહિમા સાથે સમસ્ત બ્રહ્મ સમાજ પાટણ દ્વારા થતી સામાજીક ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓનું માર્ગદર્શન આપ્યુ હતુ. પાટણ થી પધારેલ મહાનુભાવો નુ હારીજ બ્રહ્મ સમાજ અગ્રણીઓ દ્વારા પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી ભાવભર્યુ સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સમસ્ત બ્રહ્મ સમાજ હારીજ દ્વારા પરંપરા ગત હારીજ ખાતે ઉજવાતી ભગવાન પરશુરામ જન્મ જયંતી નિમિત્તે કાર્યકમની રૂપ રેખા તૈયાર કરવામાં આવી હતી.

મિટિંગમાં હારીજ બ્રહ્મ સમાજ ના અગ્રણી ત્રિકમલાલ ઠાકર, હસુભાઈ બી.ઠાકર, કનુભાઇ ઠાકર, જીગરભાઇ એ. મહેતા, નરેન્દ્રભાઇ ઠાકર, જિગરભાઇ એન.મહેતા, ઉપેન્દ્રભાઇ દવે, જીગરભાઇ ઠાકર (એડવોકેટ), રજનીભાઇ ઠાકર, અમિતભાઈ ઠાકર, જગદીશભાઇ પંડ્યા, પ્રતિકભાઈ મહેતા, લંકેશ પંડયા, વૈભવ ઠાકર, નીરવ ઠાકર, જીગર ઠાકર વિગેરે બ્રહ્મ સમાજ ના યુવાનો હાજર રહ્યા હતા

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર ની બદીને ડામવા પાટણ પોલીસ સતૅક બની..

રાધનપુર પોલીસે જુગારની બે અલગ-અલગ રેડ કરી 12 જુગારીઓને...

પાટણની કે. કે. ગલ્સૅ શાળાએ ધો. 12 નું 100℅ અને ધો. 10 નું 84.72℅ પરિણામ હાંસલ કયુઁ..

ધોરણ 10 અને 12 મા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને શાળાના...

વિસનગર-નોરતા એસટી બસનો નોરતા રાત્રી વોલ્ટ નો પ્રારંભ કરાવતાં પ. પૂ. દોલતરામ બાપુ..

પાટણ તા. ૨૫પોષી પૂનમના પવિત્ર દિવસે વિસનગર ડેપોની નવીન...