google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં તારીખ 22 જૂનના રોજ લોક અદાલતનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. 2
પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા તેના તાબા ની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં આગામી તા. 22-06- 2024 ના રોજ નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે.

આ લોક અદાલતનો લાભ જિલ્લાના તમામ પક્ષકારોને મળી રહે તે હેતુસર, આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, વાહન અકસ્માતને લગતા કેસો, મજુર તકરારને લગતા કેસો, લગ્નજીવન તકરાર કે પરીવાર તકરારને લગતા કેસો, બેંકને લગતા, જમીન વળતર ને લગતા કે અન્ય દાવાઓ, દિવાની કેસો વિગેરે સમાધાનને લાયક તમામ પ્રકારના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકી શકાય છે.

ઉપરાંત પ્રિલીટીગેશન કેસો એટલે કે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય, તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે પણ લોક અદાલતમાં મુકવામાં આવે છે. તો તેવી તકરાર અંગે પણ લોક અદાલતમાં પતાવટ કરવામાં આવશે.

જે કોઈ વ્યકિત કોર્ટમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના સમાધાનના કેસો આ નેશનલ લોક અદાલતમાં મુકવા માંગતા હોય, તેવા લોકો પોતે કે પોતાના વકીલો મારફત જે તે સબંધીત અદાલતમાં પોતાના કેસો મુકી શકે છે અને તેના માટે તેમણે સબંધીત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોનો સંપર્ક કરવા પાટણ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની બોમ્બે મેટલ પ્રા. શાળામાં અંધ શ્રદ્ધા દુર કરવાનો કાર્યક્રમ યોજાયો.

પાટણ તા. ૧૩પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે બુધવારે...