google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી જીવંતીકા માતાજી ના પરમ ઉપાસક સ્વ. શારદા બેન અખાણી ની પુણ્યતિથિ નિમિત્તે ભજન – કિતૅન સાથે આનંદ ગરબા યોજાયા..

Date:

પાટણ તા. ૩
પાટણ ગોપી પાર્ટી પ્લોટ ખાતે જીવંતિકા માના ઉપાસક એવા સ્વર્ગસ્થ શારદાબેન અમૃતલાલ અખાણી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન કીર્તન તથા આનંદના ગરબાનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાંજલિ સ્વરૂપે આયોજિત કરવામાં આવેલા આ પ્રસંગે પાટણ ના અખાણી પરિવારના કુટુંબીજનો તથા સમાજના આગેવાનો સહિત પાટણના વેપારીઓ, ડોક્ટર મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ શારદાબેન અખાણીને શ્રધ્ધા સુમન અપૅણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પ્રસંગે અમદાવાદ, ગાંધીનગર આનંદ ગરબા મંડળ ના ભાવનાબેન ગોકલાણી શ્રી આનંદ ગરબા મંડળ પાટણ ,શ્રી સીતારામ મહિલા મંડળ પાટણ, શ્રી ચંદુ મા મહિલા મંડળ થરા ,વગેરે બહેનો દ્વારા આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.જયારે રાજકોટના નિધિબેન ધોળકિયાનાં સંગીત વૃંદ દ્વારા ભજન સંધ્યાની સુંદર રજૂઆત કરી સ્વ. શારદાબેન અમૃતલાલ અખાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતિ કમીજલા ના પૂજ્ય સંત જાનકીદાસ બાપુ તથા પૂજ્ય કિશોરદાસજી મહારાજ વરલી વાળા એ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી પોતાની અમૃતમય વાણીનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે આવેલ તમામ સ્નેહીજનો તથા મહેમાનોનું ઠક્કર અમૃતલાલ દલપતરામ પરિવારના રાજુભાઈ અખાણી તથા ભરતભાઈ અખાણી પરિવાર દ્વારા આભાર ની લાગણી પ્રગટ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ટ્રાઇ સિકલ નું વિતરણ કરાયું..

હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ટ્રાઇ સિકલ નું વિતરણ કરાયું.. ~ #369News

પાટણ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ અભ્યાસ સમિતિ ઓની બેઠકો યોજાઈ..

પાટણ તા. ૧૨પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે...

પાટણ તાલુકા ના સબોસણ – કુણધેર રોડ પર જુગાર રમતા શખ્સો ને ઝડપી લેતી એલસીબી પોલીસ..

પાટણ તાલુકા ના સબોસણ - કુણધેર રોડ પર જુગાર રમતા શખ્સો ને ઝડપી લેતી એલસીબી પોલીસ.. ~ #369News