પાટણ તા. ૧૨
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ અભ્યાસ સમિતિઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમેસ્ટર ૩ અને ૪ ના અભ્યાસક્રમને લગતી વિવિધ બાબતો અંગે સમિતિના સભ્યો દ્વારા ચર્ચા અને ચિંતન કરાયું હતું. રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦ ૨૦ અંતર્ગત યુનિવર્સિટીની રસાયણશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિની બેઠક ડો.સંગીતા શર્માનાઅધ્યક્ષ સ્થાને ઓનલાઈન અને ઓફલાઈન મળી હતી જેમાં પાંચ સભ્યો ઓફ લાઈન અને સાત સભ્યો ઓન લાઈન જોડાયા હતા. આ બેઠકમાં કેમેસ્ટ્રીના સેમેસ્ટર ત્રણ અને ચાર ના અભ્યાસક્રમ બાબતે ચિંતન કરાયું હતું.
આ ઉપરાંત બાયોટેકનોલોજી વિષયની અભ્યાસ સમિતિની બેઠક સેમેસ્ટર ત્રણ અને ચાર ના અભ્યાસક્રમ માટે ડો.સંજય દવેની અધ્યક્ષતામાં મળી હતી. ગણિતશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિની સભા ડો. અતુલ કડીયા ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ગણિતશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિના ૧૨ સભ્યો માંથી છ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે ઝુલોજી વિષયની અભ્યાસ સમિતિની બેઠકમાં ચાર સભ્યોમાંથી બે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત ભૌતિકશાસ્ત્ર વિષયમાંબીએસસી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ ખાતે ડો. જગદીશ એચ. પ્રજાપતિ, ડીન વિજ્ઞાન વિભાગ ની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં અભ્યાસક્રમને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી