fbpx

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સામાજિક સંવાદ સંમેલન યોજાયું…

Date:

પાટણ તા. ૪
પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી ના સમર્થનમાં શનિવારના રોજ પાટણ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સામાજિક સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ના સમર્થનમાં આયોજિત કરાયેલા સામાજિક સંવાદ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના રાજકીય આગેવાન અને રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી

લોકસભાની ચૂંટણીમાં પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના સમર્થન સાથે 5 લાખ મતોથી વિજય બનાવી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદીને દેશના વડાપ્રધાન તરીકે હેટ્રિક સાથે પુન: સત્તાનું સુકાન સોંપવા આહવાન કરતા ઉપસ્થિત પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના સૌ આગેવાનોએ વંદે માતરમ અને ભારત માતાકી જય ના નારા સાથે ભરતસિંહ ડાભી ના વિજય વિશ્વાસ સાથે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા હુંકાર કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર સાતલપુર પંથકના વન વિસ્તારમાં વન્ય જીવો માટે વન વિભાગ દ્વારા અવાડા બનાવીપાણી ની સુવિધાઉપલબ્ધ બનાવાઈ..

રાધનપુર સાતલપુર પંથકના વન વિસ્તારમાં વન્ય જીવો માટે વન વિભાગ દ્વારા અવાડા બનાવીપાણી ની સુવિધાઉપલબ્ધ બનાવાઈ.. ~ #369News