fbpx

વરાણામાં ખોડિયાર ધામ ખાતે 15 દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

Date:

માનતા બાધા વાળા પરિવારજનો સાથે મોટી સંખ્યામાં મેળો મહાલવા માનવ મહેરામણ ઉમટ્યો.

મેળા ના પ્રથમ દિવસે સૌ પ્રથમ થાણી આહિર કુટુંબ દ્રારા માતાજી ને ચઢાવવામાં આવી..

પાટણ તા. 23
પાટણ જિલ્લાના યાત્રાધામ વરણા ખાતે મહા સુદ એકમને રવિવાર થી પુનમ સુધીનો મા ખોડીયારનો પંદર દિવસીય મીની કુભ સમાન મહામેળાનો ભક્તિ સભર માહોલ મા પ્રારંભ કરવામાં આવ્યો હતો.વઢિયાર પંથક માં આસ્થાનું સૌથી મોટું સ્થાનક એટલે વરાણાની ખોડિયાર માતાજી મંદિર સૌરાષ્ટ્રમાં ખોડિયારના અનેક વિખ્યાત ધામો છે પરંતુ, વરાણા સૌથી અલગ,અનન્ય અને વિશિષ્ટ ધામ છે. આ એક જ ધામ આઈ ખોડિયારના જન્મ સાથે સંકળાયેલી ઘટનાને વધુ સ્પષ્ટ ઉજાગર કરે છે.


ઉત્તર ગુજરાતનું ખોડીયાર ધામ એટલે કે વરાણા ખાતે રવિવાર થી 15 દિવસીય મહામેળો શરૂ થઈ ચૂક્યો છે.વરાણા ખોડિયારનું મુળ વતન ભાવનગર પાસેનું રોહિશાળા પરંતુ, માતાજી નો જન્મ રાજસ્થાનના ચાળકનેશ ગામમાં થયો હતો.
રાજસ્થાન થી જ્યારે ખોડિયાર માતાજી ગુજરાતમાં આવ્યા ત્યારે સૌથી પહેલું રોકાણ તેઓએ વરાણામાં કર્યું હતું. ખોડિયાર માતાજી સાથે તેમના ભાઈ ક્ષેત્રપાલ મેરખીયાનું પણ અહીં સ્થાનક આવેલું છે. સાંગા સારણ જે ભોળા ગોવાળ તરીકે જાણિતા હતા તેઓ ખોડિયાર માતાના પરમ ભક્ત હતા.


વરાણા આહિરોનું ગામ હતું . એક આહિર નિસંતાન હતો. ખોડિયારની કૃપાથી એમને ત્યાં પુત્ર જન્મ થયો. આ પરંપરા ત્યારથી ચાલુ થઇ. આજે પણ મહાસુદ બીજ ની સૌ પ્રથમ સાની આહિર કુટુંબ જ ચઢાવે છે. જે કોઈને પુત્ર જન્મ થાય એ સવામણ એટલે કે પચીસ કિલોની સાની ચઢાવે છે. આ પરંપરા ફક્ત વરાણા ખોડિયાર સાથે જ સંકળાયેલી છે. પોષ મહિનાની પૂનમ પૂર્ણ થતાં વરાણા ખાતે આ મેળાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. વઢિયાર, વાગડ, ખારાપાટ તેમજ બનાસકાંઠાના લોકો માટે તો આ મેળો પોતાના પરિવારના પ્રસંગ સમો જણાય છે.વરાણા ખાતે મેદાન માં વિવિધ ચકડોળ, સહિત ખાણીપીણી બજાર અને વાસણ બજાર ભરાયું છે. જેનો મેળા માં આવતા લોકો લાભ લઇ રહ્યા છે.


પચીસ પચાસ માણસો ટ્રેકટર,ટેમ્પો જેવા વાહનોમાં બેસીને વરાણા ખોડિયારની માનતાએ આવે છે. આ મેળામાં અઢારેય વર્ણના લોકો આવે છે. વહીવટી તંત્ર, સ્થાનિક લોકો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ખડે પગે હાજરી જોવા મળે છે. મહા સુદ એકમ એટલે કે રવિવાર થી 15 દિવસીય મહામેળો શરૂ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસ થીજ મા ખોડીયારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.આ પ્રદેશમા કોઈનાં પણ ઘેર પુત્ર જન્મ થાય તેઓ આ પંદર દિવસ દરમિયાન ચાલનારાં મેળામાં માતાજીની સાની કરવા આવે છે. નવપરિણીત વરવધૂ છેડા છેડી છોડવા પણ આ પવિત્ર સ્થાનક આવે છે અને સાની ધરાવે છે.તલ અને ગોળનું મિશ્રણ એટલે સાની. પરંતુ,આ પ્રસાદ વરાણા ખોડિયાર સિવાય અન્યત્ર ક્યાંય ધરાવાતો નથી એટલે એનું મુલ્ય વઢિયારી સંસ્કૃતિમાં અજોડ છે. સાની સવામણની હોય છે મતલબ કે પચીસ કિલો તલ અને ગોળ અથવા ખાંડને ભેળવી એની પ્રસાદ ધરાવવાની આ પરંપરા વર્ષોથી છે.


વરાણાના મહામેળામાં પેટીયું રળવા માટે મોટી સંખ્યામાં સ્ટોલ લાગતા હોય છે. જ્યાં વ્યવસ્થાના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા નજીવા દરે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય અને ગરીબ પરિવારના લોકોએ ખાણી પીણી સહિત રમકડાંના નાના સ્ટોલ લગાવ્યા છે. જ્યાં મેળામાં આવતા લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.આ પંદર દિવસ દરમિયાન લાખ્ખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. બોલ મારી ખોડિયાર…જય જય ખોડીયારના નાદથી વઢિયારની વનરાઈ ગાજી ઊઠે છે. આખોય મલક આ મહોત્સવની અસર હેઠળ રહે છે.મહાસુદ આઠમ એટલે ખોડિયાર જયંતિ. આ દિવસે તો આ પરિસરમાંઆનંદ,ઉલ્લાસનો જે ધોધ વછૂટે એ કલ્પનાતીત હોય છે.પગપાળા સંઘ,૨થ વગેરેનું એક આકર્ષણ સૌને મંત્રમુગ્ધ કરે છે.વઢિયાર પ્રદેશ આ દિવસોમાં આ રીતે વહેતાં માનવ મહેરામણ મા ફેરવાઈ જાય છે. ધજાઓ,ગલાલ વગેરેથી સમગ્ર સંકુલમાં અનન્ય માહોલ છવાઇ જાય છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સરકારી ઈજનેરી કોલેજ ખાતે ફાઈનલ યરના વિધાર્થીઓ માટે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો..

પાટણ તા. 28પાટણ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન કોલેજો...

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોએ બહેરા મૂંગા શાળાના બાળકો સાથે પ્રજાસતાક પવૅની ઉજવણી કરી..

ડેફ ચેમ્પિયનશીપમાં વિજેતા અગિયાર મૂક બધિર ખેલાડીઓને પુરસ્કાર આપી...

પાટણના કાળકા રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું..

પાટણના કાળકા રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું.. ~ #369News

આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનો પાયો છે : નરેશ પરમાર..

આંગણવાડીએ બાળકોના જીવન ઘડતરનો પાયો છે : નરેશ પરમાર.. ~ #369News